નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-નાનાં વિદ્યાર્થીભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કંઠસ્થ કરી સમૂહમાં પાઠગાન કર્યું હતું. બાળકોની ભાવભીની રજૂઆતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ, ઉપપ્રમુખ શ્રી સત્યદાસજી મહારાજ તથા મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોમાં સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિકતા વિકસાવે છે. તેમણે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના શુભાશિષ પાઠવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય, શિક્ષકમંડળ તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel