પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો.
ગોહિલવાડમાં પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ભારે ઉમંગ અને આસ્થા સાથે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ પ્રારંભ થયો છે. ક્થા પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ઉપદેશ કે આદેશ ઋષિમુનિઓ કરી શકે, આપણે સંવાદ કરીએ તેમ જણાવી વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો. ક્થા પ્રારંભે સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
ગુરુ આશ્રમ, કૈલાસ ટેકરી પર મહંત લાલગીરીબાપુ ગુરુ વિજયગીરીબાપુનાં સંકલ્પ નેતૃત્વ સાથે રામકથા લાભ મળ્યો છે. પ્રારંભે શ્રી લાલગીરીબાપુએ પ્રાસંગિક રાજીપો વ્યક્ત કરી શિવ સંકલ્પ સાકાર થયાનો ભાવ જણાવ્યો અને રામકથા કેવળ ક્થા નહી મહાદેવ દ્વારા માં પાર્વતીને કહી રહ્યાં છે, જે ભગવાને કહેલ છે, તે આપણે ગ્રહણ કરવાની છે, તેમ જણાવ્યું. તેઓએ આ સાથે સામાજિક સમરસતા, પ્રાકૃતિક કૃષિ અને ક્થા લાભ ઉપક્રમોનો ઉલ્લેખ કર્યો.
રામકથા મંગલાચરણ કરાવતાં મોરારિબાપુએ કથાના અગાઉના આયોજન સંકલ્પ ઉલ્લેખ કરી છેવટે આ સ્થાનમાં થઈ રહ્યાનો રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે, હરિની ઈચ્છા મુજબ જ ભાવિ નિર્માણ થતું હોય છે. ક્થા પ્રારંભે વિવિધ વંદના સાથે મહાત્મ્ય ભાવ પ્રસ્તુત થયો.
ક્થા પ્રારંભે આ સંકલ્પ ઉપક્રમ વિશે નરેન્દ્રભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક ઉલ્લેખ પ્રસ્તુત કર્યો.
રામકથા પ્રારંભે કેશવાનંદજી સ્વામી, સોહમગિરિજી મહારાજ, ભક્તિરામબાપુ, નિજાનંદ સ્વામી સહિત ધર્માચાર્યોની પ્રેરક ઉપસ્થિત રહી.
ક્થા પ્રારંભે યજમાન પરિવાર સાથે કાર્યકર્તાઓ દ્વારા સૌને આવકારવામાં આવ્યાં. અગ્રણીઓ ભિખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ વિશેષ જોડાયાં હતાં. સંચાલનમાં દિલીપભાઈ રાજ્યગુરુ રહ્યાં હતા.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel