click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
BhavnagarGujarat

રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ

Last updated: 2026/04/27 at 4:56 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું.

ગોહિલવાડના શત્રુંજય તીર્થ સ્થાન કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિબાપુના સંકલ્પ અને સેવક સમુદાયના સહયોગ સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન લાભ મળ્યો, જેની આજે ભાવભેર પૂર્ણાહુતિ થઈ.

રામચરિત માનસ બાલકાંડની ચોપાઈ પંક્તિ ‘હરિ ઈચ્છા ભાવી બલવાના, હૃદય બિચારત શંભુ સુજાના તબ સંકર પ્રભુ પદ સિરુ નાવા, સુમિરત રામુ હૃદય અસ આવા એહિ તન સતિહિ ભેટ મોહી નાહીં, સિવ સંકલ્પુ કીન્હ મન માહીં’ કેન્દ્રસ્થાને રાખી મોરારિબાપુ દ્વારા ભાવસભર રામકથા ગાન થયું.

પૂર્ણાહુતિ પ્રસંગે મોરારિબાપુએ સમજાવ્યું કે, રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય. અયોધ્યાથી જનકપુર રામજી, અયોધ્યાથી ચિત્રકૂટ ભરતજી અને સંપાતિગુરુ આશ્રમથી અશોકવાટિકા હનુમાનજી, એમ ત્રણેયને આવેલાં વિઘ્નો અને પછીની સફળતા એ સાર છે. દુષ્ટોને એક થતાં વાર નથી લાગતી, સજ્જનો એક થઈ શકતાં નથી, આ સમજાતું નથી, જે દુર્ભાગ્ય ગણાવ્યું.

મોરારિબાપુએ રામકથાના અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ સહિત રામચરિત માનસ ક્થા સમાપન દરમિયાન વિવિધ દૃષ્ટાંતો અને સંકીર્તન રચનાઓ સાથે સાંપ્રત કાળમાં રામચરિત કથાની ભૂમિકા અંગે સમજ આપી અને તેઓએ સૌ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.

ક્થા પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુ સ્મરણ સાથે લાલગિરિબાપુએ મોરારિબાપુ અને સહયોગીઓ પ્રત્યે અહોભાવ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ દિનેશભાઈ પટેલ તથા લાલજીભાઈ જોગરાણા દ્વારા પણ પ્રાસંગિક આભાર ભાવ પ્રસ્તુત થયો.

શનિવાર તા.૧૮થી રવિવાર તા.૨૬ દરમિયાન યોજાયેલ આ કથામાં પ્રારંભિક સંચાલનમાં ઉદ્ઘોષક દિલીપભાઈ રાજ્યગુરુ રહ્યા. સમગ્ર વ્યવસ્થા સંકલનમાં મૂકેશગિરિ મહારાજ સાથે અગ્રણીઓ સુરેશભાઈ ગોટી, દિનેશભાઈ પટેલ, હર્ષરાજસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ રાણીંગા, નરેન્દ્રભાઈ ત્રિવેદી, લાલજીભાઈ જોગરાણા તેમજ આસપાસના પંથકના સેવાભાવી સેવક કાર્યકર્તાઓ રહ્યાં.

નવ દિવસીય શુભ આયોજનમાં આવતાં ભાવિક શ્રોતાઓ માટે પ્રસાદ ભોજન યજમાનોમાં વિવિધ દિવસોમાં ક્રમશઃ સગાપરા ગામ સમસ્ત, રામભરોસે શ્રી શૈલેષભાઈ લુખી, રાજેશભાઈ દોશી પરિવાર, પુષ્પાબેન કતિરા તથા હર્ષિદાબેન કતિરા (શૈલેષભાઈ કતિરા), સ્વર્ગસ્થ હરિબેન રાણીંગા (ભરતભાઈ રાણીંગા), કાશીબેન જોગરાણા લાલજીભાઈ જોગરાણા), પુતળીબા સાસપરા તથા માવજીભાઈ સવાણી, અનુભાઈ તેજાણી તથા જસમતભાઈ વીડિયા અને શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અશ્વિનસિંહ સરવૈયા, કિરીટસિંહ સરવૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા તથા વિરેન્દ્રસિંહ સરવૈયા દ્વારા સેવા લાભ લેવામાં આવ્યો.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Breaking news, gujarat, Gujarat latest news, Gujarat news, gujarati news, Hindu Religious Event India, Hinduism, Kailash Tekri Sagapara, latest news, morari bapu, Morari Bapu Ram Katha, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, ram katha, Ramayan teachings, Ramcharitmanas Katha, Religious News, Shatrunjaya Tirth event, Spiritual Discourse Gujarat, Spiritual Event, top news channel, topnews, topnewschannelinindia, આધ્યાત્મિક કાર્યક્રમ ગુજરાત, આધ્યાત્મિક ઘટના, આધ્યાત્મિકતા, કૈલાસ ટેકરી સગાપરા, ગુજરાત સમાચાર, ધાર્મિક કાર્યક્રમ, ધાર્મિક સમાચાર, ભારત, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, મોરારી બાપુ, રામ કથા, રામકથા, રામચરિતમાનસ કથા, રામાયણ સાર, શત્રુંજય તીર્થ, હિન્દુ ધર્મ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 8મો પગાર પંચ : 45 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે ખુશખબર
Next Article AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?