ખેડા જિલ્લાના ચાંદણા ગામમાંથી ગેરકાયદે જમીન કબજા અને સામાજિક તણાવના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામની વચ્ચે આવેલી સરકારી/ફાજલ જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરી દુકાનોનું બાંધકામ ઊભું કરી દીધું છે. આ દુકાનો હવે સ્થાનિક સ્તરે વિવાદનું કેન્દ્ર બની ગઈ છે.
સ્થાનિક હિંદુ સમાજના લોકોનો આરોપ છે કે આ દુકાનો પાસે અસામાજિક તત્વો ભેગા થાય છે અને ત્યાંથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓ સાથે અશ્લીલ વર્તન કરવામાં આવે છે. આ મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગેરકાયદે કબજો અને સામાજિક તણાવ
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી ગામની મધ્યમાં આવેલી જમીન પર કબજો કરીને દુકાનો ઊભી કરવામાં આવી છે. આ જગ્યા નજીક મંદિરો અને ધાર્મિક સ્થળો હોવાના કારણે અહીં વારંવાર ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
ગ્રામજનોનો આરોપ છે કે આવા પ્રસંગોમાં કેટલાક લોકો દ્વારા વ્યંગ, ટિપ્પણીઓ અને અયોગ્ય વર્તન કરવામાં આવે છે, જેના કારણે તણાવ ઊભો થાય છે.
મહિલાઓની સુરક્ષા અંગે ચિંતાઓ
સ્થાનિક લોકોનું કહેવું છે કે રોજબરોજ આ રસ્તા પરથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવી અશ્લીલ ઇશારા અને ટિપ્પણીઓ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં પીછો કરવાનો પણ આરોપ છે.
આ મુદ્દે અગાઉ પણ નવરાત્રિ દરમિયાન વિવાદ સર્જાયો હતો, જ્યાં ગરબા રમતી યુવતીઓના છૂપા વિડીયો બનાવવાના આરોપો લાગ્યા હતા.
પ્રશાસનની કાર્યવાહી
જિલ્લા પ્રશાસને આ મામલે પ્રાથમિક પગલાં લેતાં ગેરકાયદે દુકાનો પર નોટિસ લગાવી છે અને સંબંધિત લોકોને માલિકીના પુરાવા રજૂ કરવા કહ્યું છે.
જો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળતા મળશે, તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પ્રશાસને જણાવ્યું છે.
સગીરાના દુષ્કર્મનો ગંભીર કેસ
આ જ ગામમાં તાજેતરમાં 17 વર્ષીય સગીરાના દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગનો કેસ સામે આવ્યો હતો. ફરિયાદ મુજબ, મુખ્ય આરોપીએ પહેલા અશ્લીલ ફોટા-વિડીયો બનાવી સગીરાને ધમકી આપી અને પછી અન્ય લોકો સાથે પણ દુષ્કર્મ કરાવ્યો.
પોલીસે આ મામલે BNS અને POCSO હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં આ સુનિયોજિત ગુનાહિત કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel