કચ્છ જિલ્લાના રાયધણપર ગામમાં 30 મેની રાત્રે નાની બાબતને લઈને થયેલા ઝઘડા બાદ બાજુના વરનોરા ગામના મુસ્લિમ ટોળાએ હિંદુ સમુદાય પર સંગઠિત હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આરોપીઓએ પહેલા ગામની વીજળી કાપી નાખી અને ત્યારબાદ હથિયારો સાથે હુમલો કર્યો. ઘટનામાં અનેક હિંદુ યુવાનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
માધાપર પોલીસ મથકે નોંધાયેલી FIR મુજબ, રાયધણપરના યુવાન દર્શન બરાડિયા સાથે વરનોરાના સલીમ, અબુ સુફિયાન, સાહિલ, અબ્બાસ, રઝાક સિદ્દીક સહિત અન્યોએ માથાકૂટ કરી. ત્યારબાદ આરોપીઓ મોટી સંખ્યામાં હથિયારો લઈને ગામમાં ઘૂસી આવ્યા. તેઓએ વીજળીના વાયર પર સાંકળ નાખીને આખા ગામની લાઇટ કાપી નાખી અને પથ્થરમારો શરૂ કર્યો.
ફરિયાદમાં કહેવાયું છે કે આરોપીઓએ બોલેરો વાહનથી ગામલોકો પર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ પહોંચતાં તેમના વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો. હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ 23 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તમામની અટકાયત કરવામાં આવી છે.
હિંદુ સંગઠનનો આરોપ:
હિંદુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ આ ઘટનાને “જેહાદી માનસિકતા અને પૂર્વનિયોજિત કાવતરું” ગણાવી છે. તેમણે કહ્યું કે વરનોરા ગામમાં અગાઉ પણ ગૌહત્યા અને ગૌમાંસના અનેક કેસ નોંધાયા છે.
પોલીસ કાર્યવાહી:
પશ્ચિમ કચ્છના SP વિકાસ સુંડાએ જણાવ્યું કે 23 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. વરનોરા ગામમાં ગેરકાયદે વીજ જોડાણ અને અન્ય બાંધકામો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel