અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સરકારી અને ખાનગી મળી કુલ આશરે 4 હજાર ચોરસ મીટર જમીન પર થયેલા અતિક્રમણોને દૂર કરવામાં આવ્યા છે.
કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય. વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પાસે રસ્તો સાંકડો હોવાને કારણે લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાને દૂર કરવા અને માર્ગને પહોળો બનાવવા માટે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી.
#WATCH | Gujarat | Viramgam administration carries out a large-scale encroachment removal operation on approximately 4,000 square meters of land, both government and private, as part of the four-lane Viramgam-Surendranagar-Vadhwan State Highway-17 project. Heavy security… pic.twitter.com/NGIVYgCbAu
— ANI (@ANI) June 1, 2026
આ કાર્યવાહી દરમિયાન 2-3 મસ્જિદોના માળખાઓ પણ દૂર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને કરવામાં આવી છે.
એસડીએમ વીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે વિરમગામના પ્રવેશદ્વાર પાસે બોટલનેક સ્થિતિ સર્જાતી હતી, જેના કારણે વાહનવ્યવહાર મુશ્કેલ બનતો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આશરે 1200 ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન કરીને જમીન માલિકોને કુલ 62 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે, જ્યારે આશરે 2300 ચોરસ મીટર જમીન કબ્રસ્તાનની હતી, જેનો કબજો લેવામાં આવ્યો છે.
DySP તપનકુમાર ડોડિયાએ જણાવ્યું હતું કે માર્ગ વિસ્તરણ અને કનેક્ટિવિટી સુધારવા માટે આ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તંત્રના જણાવ્યા મુજબ રાજ્ય ધોરીમાર્ગ-17ના વિસ્તરણ બાદ વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પર લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel