કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા તેમજ ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરન્ટી યોજના શરૂ કરી છે. સરકાર આ યોજના હેઠળ ગોડાઉનમાં રાખેલા અનાજ પર ખેડૂતોને સીધી લોન આપશે. ખેડૂતો તેમજ અનાજના ગોડાઉનો વચ્ચે નાણાંકીય સહયોગ વધારવાના આશય સાથે સોમવારે ક્રેડિટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
ગોડાઉનમાં વધુ દિવસો સુધી ઉત્પાદન સંગ્રહણ કરી શાકશે
ખેડૂતો અને વેપારીઓ આ યોજના હેઠળ પોતાના ઉત્પાદનોને ગોડાઉનમાં વધુ દિવસો સુધી સંગ્રહ કરી શકશે અને તેના બદલે તેઓ બેંકોમાંથી સરળતાથી લોન લઈ શકશે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ આ યોજનાની શરૂઆત કરાવી છે. અત્યારે દેશમાં બહુ ઓછા ખેડૂતો એવા છે જેઓ ભવિષ્યની મોંઘવારીને ધ્યાનમાં રાખીને પોતાના પાકને વેરહાઉસમાં સુરક્ષિત રાખી શકે છે.
ખેડૂતોને સીધો ફાયદો થશે
આમ તો દેશમાં ખેડૂતોની સંખ્યા માત્ર ત્રણથી ચાર ટકા છે. બાકીના વેપારીઓ છે, જેઓ ગોડાઉનમાં અનાજ રાખે છે અને મોંઘા થાય ત્યારે વેચીને નફો કમાય છે. નવી યોજના શરૂ થવાથી ખેડૂતોને બેંકમાંથી સરળતાથી લોન મળશે અને તેઓએ ગોડાઉનમાં ઉત્પાદન સિવાય અન્ય કોઈપણ મિલકત ગિરવે રાખવાની જરૂર નહી પડે. ગોડાઉનની કાયદેસરની રસીદ ગેરંટી તરીકે કાર્ય કરશે.
યોજનાથી નાના અને સીમાંત ખેડૂતોને થશે ફાયદો
આ યોજનાનો નાના અને સીમાંત ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે. આનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં રોકડ પ્રવાહમાં સુધારો થશે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનની નુકસાની પણ ઘટશે. વાસ્તવમાં અનેક યોજનાઓ છતાં ગેરેન્ટીના અભાવને કારણે ખેડૂતો બેંકમાંથી લોન લઈ શકતા ન હતા. જેના કારણે ખેડૂતો જરૂરીયાત વખતે પોતાનું ઉત્પાદન ઓછી કિંમતે વેચવો પડતો હતો. આ યોજનાના કારણે બેંકોનું જોખમ પણ ઘટશે.