અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. શામળાજી ના આસપાસ ના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલના ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ સિવિલ પરિસરમાં યોજાયો હતો.
જેમાં અંદાજિત 70 થી વધારે રક્તદાતાઓએ લાભ લીધો હતો ને રક્તદાતાઓને શામળાજી હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શામળાજી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેનેજર ને કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહીને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.