ભારત દેશમાં રેલવેનો ખુબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.આ વાત તો સૌ કોઈ જાણે છે. સૌથી પહેલા વંદે ભારત, અમૃત ભારત એક્સપ્રેસ આવી. ત્યારબાદ અનેક ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. જેને જોઈને લાગે છે કે, રેલવેમાં આવેલી મોર્ડન રફતારને કોઈ રોકી શકતું નથી. ગુડન્યુઝ એ વાતની છે કે, થોડા વર્ષોમાં ભારતમાં બુલેટ ટ્રેન પણ આવનારી છે. જલ્દી સ્પીડ પકડી હવે આ સ્ટેશન પર કામ કરવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી ચાલું
તમને જણાવી દઈએ કે, આ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. જેમાં પ્રવાસીઓને સ્ટેશન પર તમામ સુવિધાઓ મળી રહેશે.ગુજરાતમાં હજુ બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી ચાલું છે. આ સ્ટેશનની ખાસ વાત એ છે કે,જેમાં ટિકિટ , વેટિંગ કાઉન્ટર, નર્સરી, ટોયલેટ, પુછપરછ વિભાગ, જેવી સુવિધાઓ મુસાફરોને મળી રહેશે. જાણો વધુ શું ખાસ છે આ સ્ટેશનમાં.
Progress of Bullet Train project:
Till date: 21.11.2023
Pillars: 251.40 Km
Elevated super-structure: 103.24 Km pic.twitter.com/SKc8xmGnq2— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 23, 2023
આ સ્ટેશનની ખાસ વાત એ હશે કે, અન્ય સ્ટેશનથી આ સ્ટેશન સાવ અલગ જ હશે. બુલેટ ટ્રેનના કુલ 12 સ્ટેશન પર 90 એસ્કેલેટર પણ લાગશે. જેમાં મુસાફરીઓને સીડીઓ પર સામાન લઈ જવા માટે ચઢાવવા અને ઉતારવામાં પરેશાની ન હોય.
Terminal for India's first bullet train!
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
બુલેટ ટ્રેનનુ ટુંક સમયમાં ગુજરાતમાં આગમન થશે
જાણકારી મુજબ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન પર કામ ચાલુ છે. જેની શરુઆત વર્ષ 2026 ડિસેમ્બરમાં થાય તેવી આશા છે. જેના માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને દીવ-દમણમાં સુવિધાઓને લઈ કામ ચાલું છે. તેમાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે.આપણે ગુજરાતના સ્ટેશનની વાત કરીએ તો વાપી, બિલિમોરા, સુરત,ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી છે.રિપોર્ટ મુજબ આમાં ગુજરાતના 8 સ્ટેશન પર 48 એસ્કેલેટર અને મહારાષ્ટ્રના 4 સ્ટેશન પર 42 એસ્કલેટર લગાવવામાં આવશે.