વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ બેન્ક ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ યુ પરમાર ની આગેવાનીમાં તા.૨૪/૦૯/૨૦૨૪ મંગળવારે નાબાર્ડ ના ઉપક્રમે આણંદ તાલુકાના ખેરડા ગામમાં નાબર્ડના સહયોગથી નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ) નું આયોજન બેન્ક દ્વારા કરેલ જેમાં ખેરડા ગામની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નાણાંકીય સાક્ષરતા અભિયાન (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ – FLC ) માં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ, ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી, બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી, સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર),સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન, સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી.
જેમાં બેન્કના ડિરેક્ટર મહેન્દ્રસિંહ યુ પરમાર, રાજુભાઇ પરમાર પ્રતિનિધિ સરપંચ ખેરડા ગ્રામ પંચાયત, દિનેશભાઈ ચૌહાણ ચેરમેન ખાનપુર દૂધ મંડળી, ઘનશ્યામભાઈ ગોહિલ સેક્રેટરી ખેરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, વાસુદેવભાઇ પંડ્યા સેક્રેટરી ખેરડા સેવા સહકારી મંડળી, અને સહકારી આગેવાનો તથા બેન્કના અઘિકારીઓ અને કર્મચારી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.