પંજાબમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે વહેલી સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના પાંચ મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર ફોર્ચ્યુનર કાર બઠિંડાથી ડબવાલી તરફ જઈ રહી હતી. કારમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા તેના ચાર મિત્રો અંકુશ, ભરત, ચેતન અને સતીશ સાથે ગુજરાત પરત ફરી રહી હતી. જાણવા મળ્યું છે કે આ તમામ મિત્રો શિમલાથી પ્રવાસ પૂર્ણ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા.
Tragic crash near Gurthari village on Bathinda Gujrat #bharatmala @gujratpolice555 woman Amita & friends Ankur, Bharat, Chetan, Satish killed instantly when their speeding Fortuner hit the divider en route to Gujarat. SP City Narinder Singh confirms #RoadAccident pic.twitter.com/SEpxGPOUik
— swaran danewalia (@danewaliaswaran) January 17, 2026
શનિવારે સવારે કાતિલ ઠંડી અને ભારે ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હતી. આ દરમિયાન કાર અચાનક ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ અને પલટી ખાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયું. દુર્ભાગ્યવશ, કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે માહિતી આપતા એસપી સિટી નરિંદર સિંહે જણાવ્યું હતું કે પાંચેય મૃતદેહોને કબજે લઈ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
આ દુર્ઘટનાએ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લહેર દોડી ગઈ છે. ખુશીના પ્રવાસમાંથી પરત ફરી રહેલા પાંચ મિત્રોના અચાનક અવસાનથી તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel