Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ભાવનગરમાં પ્રથમવાર ફોટોગ્રાફર વર્કશોપ યોજાયો જેમાં ગુજરાતભરના ફોટોગ્રાફર આવ્યા હતા

ભાવનગરમાં પ્રથમવાર ફોટોગ્રાફર વર્કશોપ યોજાયો જેમાં ગુજરાતભરના ફોટોગ્રાફર આવ્યા હતા

ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ કાળુભાઈ જાંબુચાની આગેવાની હેઠળ “મેગા સિનેમેટો ગ્રાફી ફોટોગ્રાફી વર્ક શોપ” નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંઈ સ્ટુડિયો સુરતના મેન્ટર બિપીનભાઈએ ખૂબ જ ઉપયોગી ટેકનીકનું માર્ગદર્શન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ગણેશ સ્તુતિનું ગાન કરવામાં આવ્યું હતું ફોટોગ્રાફર એસોિયેશનના પ્રમુખ કાળુભાઈ જાંબુચા , બીપીનભાઈ ,વિમલભઈ બારૈયા વિપુલભાઈ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ , પ્રમુખ કાળુભાઈ જાંબુચા અને કમિટી મેમ્બર્સ દ્વારા મહુલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આખી ટીમ દ્વારા વર્કશોપ ના મેંટર બિપીન સાઈનું સ્વાગત- અભિવાદન કર્યું હતું .

ભાવનગર જીલ્લા ઉપરાંત અમદાવાદ, ધોરાજી, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ઉના, સુરત, અમરેલી, જામનગર, ગારીયાધાર, પાલિતાણા, શિહોર સહિત સમગ્ર ગુજરાતના શહેરોમાંથી ૩૦૦ થી વધુ ફોટોગ્રાફરે આ વર્કશોપ નો લાભ લીધો હતો.

વર્કશોપમાં કાળુભાઈ જાંબુચા તેમજ અન્ય સભ્યો દ્વારા ફકત ૨૦ દિવસમાં મેહુલભાઈ , શૈલેન્દ્રસિંહ , કૌશિકભાઈ પ્રકાશભાઈ, ભાવેશભાઈ, ઈરફાનભાઈ, શબ્બીરભાઈ, રમેશભાઈ, અનિલભાઈ, વિપુલભાઈ, પંકજભાઈ, અરવિંદભાઈ, દીપભાઈ અને પૂરી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

 

રિપોર્ટ – સિદ્ધાર્થ ગોઘારી
ભાવનગર

Filed under Bhavnagar

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.