Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ – મૈથિલીશરણજી મહારાજ

ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ – મૈથિલીશરણજી મહારાજ

મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં મૈથિલીશરણજી મહારાજનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ છે.

તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં યોજાયેલ તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં કથાકાર વકતાઓનાં ઉદ્બોધન લાભ મળ્યો છે. આ સંગોષ્ઠીમાં ઋષિકેશનાં મૈથિલીશરણજી મહારાજે તત્વ દર્શન સાથે સંતોષનું મહાત્મ્ય રજૂ કર્યું. તેઓએ કહ્યું કે બધું ભેગુ કરે તે અને વધુ ત્યાગ કરે તેને આપણે મહાન ગણીએ છીએ, તેમાં અતિરેકભાવ છે. ભક્તિ માટે ખરેખર શું જરૂરી.? ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ રહેલું છે. સર્વશ્રેષ્ઠમાં પણ અહંકારભાવ છે, જ્યારે શ્રેષ્ઠ હોવું તે તૃપ્તિભાવ છે.

વૃંદાવનનાં ગૌરદાસજી દ્વારા તુલસી જન્મોત્સવ પ્રસંગે સુંદર ગાન સાથે મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ.

મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેનાં પ્રારંભિક સંકલન સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યાં.

સવારનાં સત્રમાં યશોમતીજીનાં સંચાલન સાથે વિવિધ કથાકાર વક્તાઓમાં ગોવિંદદેવજી (ઉજ્જૈન), અનિતાદેવીજી (હમીરપુર), સંતરામકુમારદાસજી (અયોધ્યા), વંદના શાસ્ત્રીજી (દેવરિયા), સંતદાસજી (બરસાના) તથા અંજનીશરણ ગોસ્વામી (ભોપાલ) દ્વારા તુલસી સાહિત્ય તથા સંદર્ભ પ્રસંગ નિરૂપણ થયેલ. આ ઉપરાંત વક્તાઓએ પણ પોતાનાં ભાવ વ્યક્ત કરેલ.

મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ પ્રસંગે રવિવારે સન્માનિત કથાકાર વક્તાઓ દ્વારા બીજા સત્રમાં ઉદ્બોધન ઉપક્રમ યોજાયેલ. આ સત્ર સંચાલનમાં ઝાંસીનાં શશીશેખરજી રહ્યાં.

તુલસી જન્મોત્સવ પ્રસંગે વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ થનાર છે, આ સન્માનમાં રામાનંદદાસજી મહારાજ (અયોધ્યા), સ્વામી રત્નેશજી મહારાજ (અયોધ્યા), યદુનાથજી મહારાજ (અમદાવાદ), પંડિત ગજાનન શેવડેજી (મુંબઈ), પાર્શ્વગાયક મૂકેશજી વતી નીતિનજી (મુંબઈ), અખિલેશ ઉપાધ્યાયજી (જમનિયા) અને હિરામણી માનસ ભારતી (વારાણસી)નો સમાવેશ થાય છે, જેમાંનાં વક્તાઓએ સુંદર પ્રાસંગિક વ્યાખ્યાન વક્તવ્યો આપ્યાં.

મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં વિદ્વાન વક્તા કથાકારો સામેલ થયાં.

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.