ખેડા જિલ્લાના નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ સફાઈકર્મીઓની પગાર વધારાની માંગ ઉઠવા પામી હતી. જે સંદર્ભે આજરોજ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી એ ચર્ચા કરી માહિતી આપી હતી.
નડિયાદમાં સફાઈકર્મીઓની માંગને ધ્યાને લઇ મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ઘણા સમયથી કર્મીઓને કાયમી કરવાની માગણીઓ છે તે રાજ્ય સરકારને માંગ પહોચતી કરેલ છે બીજી તરફ અગાઉ સફાઈકર્મીઓને ૮ થી ૯ હજાર પગાર મળતો હતો જે વધારી ૧૨ થી ૧૫ કરવામાં આવેલ છે અને વધુ તેઓની જે માંગણીઓ છે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel