ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી હેતુ તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવાનુ આયોજન છે. જે અંતર્ગત ખેડા જિલ્લાની ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ,નડિઆદ ખાતે તારીખ ૦૭/૧૦/૨૦૨૪ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, લિંગભેદભાવ નાબૂદી, કન્યા કેળવણી, જાતિગત અસમાનતા, મહિલાલક્ષી યોજનાકીય માહિતી, બેટી બચાવો બેટી પઢાવો અને સાઈબર ક્રાઇમ સહિતના વિષયો પર સંવાદ કરી માહિતી આપવામાં આવી હતી. વધુમાં, કન્યા કેળવણીના વિષય પર સ્પર્ધાઓનુ આયોજન કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મહિલા સુરક્ષા અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી.