સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અભિયાન હાથ ધર્યું છે. ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ તા.25મી સપ્ટેમ્બરથી આ અભિયાન શરૂ થયું છે જેઆગામી તા.25મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિન સુધી અનેકવિધ કાર્યક્રમો દ્વારા સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
આ અંગે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડીયાદમાં એક કાર્યકર વર્કશોપ યોજાયો હતો.જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, આત્મનિર્ભર ભારતના પ્રદેશ કો ઓર્ડીનેટર શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જનવીબેન વ્યાસ,નડિયાદના સીનીયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો હતો.
અત્રે યોજાયેલી પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાએ સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઘેર ઘેર ગુંજતો કરવા આગામી ત્રણ માસ સુધી કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ માત્ર ભાજપનો જ નથી સમગ્ર ભારતનો કાર્યક્રમ છે.જેમાં સહુ ભારતીયો જોડાશે.તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સુધી સ્વદેશીની વાત લઇ જવામાં આવશે.
આ કાર્યક્રમમાં સમગ્ર સ્વદેશી અભિયાનના જિલ્લા સંયોજક ગોપાલભાઈ શાહ, પ્રદેશ ભાજપ મંત્રી જનવીબેન વ્યાસ,ધારાસભ્યો કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્ય સંજયસિંહ મહિડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel