જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બચાવ કામગીરીની સમીક્ષા કરી આગામી સમયમાં રીલીફ કાર્યોની મંજૂરી અને નીતિવિષયક બાબતોના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અતિવૃષ્ટિ બાદ ખેડા જિલ્લામાં રાહત બચાવવાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં છેલ્લા દિવસોમાં વરસાદથી પ્રભાવિત થયેલ વિસ્તારોમાં સ્થળાંતર, રેસ્ક્યુ, માનવ અને પશુ ઇજા, પડેલા ઝાડ, મકાનના નુકસાન, વીજ પુરવઠા, આરોગ્ય, પાણી પુરવઠા, કાંસ સફાઈ, રોડ રસ્તા, શિક્ષણ અને ખેતીની પ્રવર્તમાન સ્થિતિ પર સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા વિસ્તૃત અહેવાલ રજૂ કરી માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની રાહત બચાવની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત ધારાસભ્યઓએ પોતાના વિસ્તારોના પ્રશ્નોની રજૂઆત કરી કાંસ સફાઈ, રોડની ગુણવત્તા, ગેરકાયદેસર દબાણ, વીજ પુરવઠા માટે ડીપી બેસાડવાનું લેવલ, પુર સંરક્ષણ દિવાલ, ફ્લડ સ્તરનું માર્કિંગ સહિતની બાબતો પર કામગીરી કરવા માર્ગદર્શક સુઝાવો આપ્યા હતા.
આ બેઠકમાં ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, માતર ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોશી, આસિ. કલેકટર અંચુ વિલ્સન સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.