નડિયાદ ખાતે ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આણંદ-ખેડાના ડિસ્ટ્રીક્ટ જજ, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત તમામ વકીલો હાજર રહ્યા હતા.
ગત ૧ જુલાઈ ૨૦૨૪ થી અમલીકરણ કરાયેલ નવા ત્રણ કાયદાઓ અંગે ઉપસ્થિત સભ્યોને માહિતી આપવામાં આવી હતી. આ કાયદાઓ અંતર્ગત ઘણા ગુનાઓ અને ચાર્જશીટ દાખલ થયા છે, પરંતુ આ કાયદાઓમાં પોલીસ અધિકારીઓ અને વકીલોએ દાખલ થયેલ કેસો ચલાવતી વખતે શું ધ્યાનમાં રાખવું તે અંગે માર્ગદર્શન આપવા ડાયરેક્ટર પ્રોહીબીશન કચેરી ગાંધીનગર દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તજજ્ઞો દ્વારા આ ત્રણ કાયદો અંગે છીણાવટ કરવામાં આવેલ અને ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલોને ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવેલ હતું.