ખેડા જિલ્લામાં તારીખ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને તારીખ 12મી ઓગસ્ટ સવારે એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તેમજ ધારા સભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાના આયોજન હેતુ કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે શહેરના મહત્તમ નાગરિકોને જોડાવા માટે અનુરોધ કર્યો હતો. સોમવારે પોલીસ બેન્ડની આગેવાનીમાં અંદાજિત 5000 લોકો તિરંગા યાત્રામાં જોડાશે. જેમાં પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમના સહભાગીઓ, કોલેજના યુવાનો, અને નગરજનો પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાશે.