આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઈ કામદારોને લાભ મળશે.સાથોસાથ નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને PPE કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાવનગરથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદથી ગુજરાતના લોકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમમાં સંચારમંત્રી દેવુસિહ ચૌહાણના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડનુ વિતરણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય, નડિયાદ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, ખેડા જિલ્લા કલેકટર તેમજ જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.