ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટે ની ટ્રેનિંગ આપી.
ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. ભારત માં ગર્ભાશય ના મુખ કેન્સર ના કારણે દર આઠ મિનિટે એક મહિલા નું મૃત્યુ થાય છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લાને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ૨૫૫ જેટલી આશા વર્કર બહેનોને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ ટ્રેસ્ના ટીમ ના રોહિણી ચંદ્રા મેડમ દ્રારા ગર્ભાશય ના મુખ ના કેન્સર વિશેની માહિતી, લક્ષણો તથા તેના નિવારણ ના પગલાં અંગે ની માહિતી આપી હતી.
આરોગ્ય શિક્ષણ, પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ અને સમુદાયમાં જાગૃતિ થવાથી, મહિલાઓ વધુ સક્રિય રીતે પોતાના આરોગ્યને સંભાળવા, યોગ્ય સારવાર મેળવવા અને ગર્ભાશયના મુખ ના કેન્સર સામે લડવા માટે સક્ષમ બની શકે તે માટે અમો આશા કાર્યકરો ને તાલીમ આપી ને આગળ જતાં ગામ ની મહિલાઓ માટે નિરીક્ષણ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. જેનાથી આપણે એક સારું, આરોગ્યયુક્ત સમાજ બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ અભિયાન કરવામાં જિલ્લા આરોગ્ય વિભાગ નો ખૂબ સારો સહકાર મળ્યો છે. CDHO ડો. ધ્રુવે સર, THO ડો.વિપુલ અમીન સર , કઠલાલ અને મહુધા તાલુકા ની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ મેડિકલ ઓફીસર અમારા આ કાર્યક્રમ માં આવી ને વધારે સફળ બનાવ્યો હતો . આ બધા ના સાથ અને સહકાર થી ટ્રેસ્ના ફાઉન્ડેશન આ અભિયાન ને વધુ સારી રીતે કરી શકશે. તેનાં માટે અમો તેમનો ખૂબ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.