અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું અને તેના બાદ નગરની કારોબારીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાગની જવાબદારીઓ આપવામાં આવી હતી અને કેમ્પસ કારોબારી પણ હાલમાં ચાલુ છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ગતરોજ કેમ્પસ કારોબારી યોજવામાં આવી હતી, જેમાં 15 કાર્યકર્તાઓની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી ભાઈઓ અને વિદ્યાર્થીની બહેનો બધાની સાથે કેમ્પસ ટીમ બનાવવામાં આવી હતી, આ કાર્યક્રમમાં એબીવીપીના ભાગ સંયોજક તરીકે રાજેશભાઈ જોષી(નાનોલ)નો પ્રવાસ રહ્યો હતો.