સગરામપુરા પૂતળી સર્કલ પાસેથી જાહેરમાં ગૌ માંસ નો જથ્થો પોલીસે પકડી પાડ્યો
અઠવાલાઈન્સ પોલીસે ત્રણ કસાઈ ખાટકીની ધરપકડ કરી અને બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા
અઠવાલાઇન્સ પોલીસ મથકની પીસીઆર અઠવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સગરામપુરા પૂતળી સર્કલ તરફના રોડ પરથી ઓટો રિક્ષા પૂર ઝડપે મેઇન રોડ પરથી નીકળી તે દરમિયાન pcr ના પોલીસ કર્મીને શંકા જતા જ તે રીક્ષા નો પીછો કર્યો અને સગરામપુરા નજીક રીક્ષા રોકી પોલીસે રીક્ષા ચાલક ની પૂછપરછ કરતા પોતાનું નામ ઇરફાન અઝીઝ શેખ જણાવ્યું અને સાથે બે ઈસમોએ નાઝીમ મુખતર શેખ – રીયાઝા અકીલ શેખ તેમજ ઓટો રીક્ષા ની ચેકિંગ કરતા છ મોટી થેલીમાં માંસ નો જથ્થો ભર્યો હતો અને પૂછપરછ માં પશુ માંસ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ પશુ માંસ શંકાસ્પદ હોવાના કારણે પોલીસ અધિકારીએ એફએસએલની ટીમ બોલાવી માંસ ના સેમ્પલો લઈ તપાસ કરવા મોકલી આપ્યું રિપોર્ટ દરમિયાન ગૌ માંસ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ એક લાખ બે હજાર નવસો ત્રેસઠ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતા ગૌ માંસનો જથ્થો સરદાર રસીદ કુરેશી અને સોયબ સરદાર કુરેશી એ આપ્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા અને વધુ તપાસ અઠવાલાઇન્સ પોલીસ મથક ની ટીમ કરી રહી છે.