બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ભાનુડા ગામ નજીક ભારતીય વાયુસેનાનું એક જેગુઆર લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને સૈન્યની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વિમાનના આકાશમાં વિસ્ફોટ જેવી અવાજ સાથે જતારા આવ્યા બાદ ખેતરોમાંથી ધુમાડાના ગોટા ઉઠતા નજરે પડ્યા હતા અને તરતજ આગ લાગતી જોવા મળ્યા પછી લોકો ઘટના સ્થળ તરફ દોડી ગયા હતા.
राजस्थान : चूरू के रतनगढ़ में भानुदा गांव के पास फाइटर जेट क्रैश#Rajasthan | #Churu | #Ratangarh | #Bhanuda | #FighterJetCrash | #IAF | #JaguarCrash | #PlaneCrash | pic.twitter.com/MgrPJCPVzQ
— One India News (@oneindianewscom) July 9, 2025
પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિમાન ભારતીય વાયુસેનાનું જેગુઆર હોવાનું મનાય છે, જે તાલીમ દરમિયાન ઉડી રહ્યું હતું કે કોઈ ગસ્તી મિશન પર હતું તે અંગે સત્તાવાર માહિતી હજુ અપાઈ નથી. વિમાન જમીન પર પડતાં જ નજીકના ઝાડમાં અથડાયું, જેના કારણે ઝાડ પણ સંપૂર્ણ રીતે બળી ગયું હતું. વિમાનના પડવા સાથે જ આસપાસના ખેતરોમાં ભીષણ આગ લાગી હતી, જેને ગામલોકોએ પોતાની જાતે પાણી અને રેતીથી બુઝાવવાનો પ્રયાસ કર્યો. દુર્ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે, જેમની ઓળખ કરવાની પ્રક્રિયા સૈન્ય અને વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
Rajasthan: IAF's Jaguar fighter jet crashes near Churu
Read @ANI Story | https://t.co/3gKaiSGrnp#IAF #Jaguarfighterjet #crash pic.twitter.com/EYsFixSMlc
— ANI Digital (@ani_digital) July 9, 2025
ચુરુના કલેક્ટર અભિષેક સુરાણા અને એસપી જય યાદવ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં બચાવ અને તપાસ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા છે. સૈન્યની વિશેષ ટીમ પણ તુરંત રવાના થઈ ગઈ હતી, જેમણે સ્થળને સીલ કરી કાટમાળ એકત્ર કરવાનો પ્રારંભ કર્યો છે, જેથી દુર્ઘટનાના કારણોનું નિદાન કરી શકાય. એવું માનવામાં આવી રહ્યું છે કે ઘટના રણપ્રદેશમાં થયેલ હોવાથી દૂરસ્થ વિસ્તારમાં તંત્રના માટે પહોંચવું પણ એક પડકાર હતું.
હાલ સેનાની ટેકનિકલ ટીમ દ્વારા વિમાનના અવશેષોની તપાસ કરીને દુર્ઘટનાના તત્ત્વોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિમાનમાં સવાર પાઇલટના સુરક્ષિત રીતે બહાર નિકળવા અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જ્યારે મળેલા મૃતદેહો પાઇલટના છે કે કોઈ સ્થાનિક રહેવાસી, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના ભારતીય વાયુસેનાની સુરક્ષા વ્યવસ્થાઓ અને મેન્ટેનન્સ પ્રોટોકોલ સામે પણ અનેક સવાલો ઉભા કરે છે, જેને લઈને સંભવતઃ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થશે.