અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ નગર નિગમના ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચન પાસ થઈ ગયો છે. આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. સરકાર જ આ પ્રસ્તાવ પર અંતિમ મહોર લગાવશે.
અલીગઢ નગર નિગમની પ્રથમ બોર્ડ બેઠક હંગામા સાથે શરૂ થઈ હતી. આ વચ્ચે ભાજપના કાઉન્સિલર સંજય પંડિતે અલીગઢને હરિગઢ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. ત્યારે હવે સરકાર જ તેના પર અંતિમ મહોર લગાવશે.
આ પહેલી વખત નથી કે, જ્યારે હરિગઢનો અવાજ ઉઠાવવામાં આવ્યો હોય. આ અગાઉ 21 ઓગષ્ટના રોજ કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર આયોજિત હિન્દુ ગૌરવ દિવસ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ એ પણ આ જ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકસભાની યુપીની તમામ બેઠકો ફરીથી જીતીને કલ્યાણ સિંહનું સપનું સાકાર કરવાનો સંકલ્પ લેવો પડશે. એ જ હરિગઢની ધરતીથી સંકલ્પ લઈને કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ હશે.
આજે તેમના એજ સંકેતને ભાજપના કાઉન્સિલરે સૂચન તરીકે નગર નિગમના સત્રમાં પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. આ ભાજપની તૈયારીના સંકેતો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. ત્યાંથી તેના પર અંતિમ મહોર લાગશે. ભૂતકાળમાં જિલ્લા પંચાયત બોર્ડે પણ આ પ્રસ્તાવ પાસ કરી ચૂક્યુ છે.