પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી જરૂરી સૂચનો થયેલ જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલ મહુધા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મહુધા પોલીસ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી.
દરમ્યાન અ.હેડ.કો યશપાલસિંહ નાઓને મળેલ બાતમી આધારે મહુધા ટાઉન ચકલી ખાટકી વાડામાંથી આશરે ૨૦ કિલો ગૌમાંસનો જથ્થો કિંમત રૂપિયા ૨,૦૦૦/- તથા માંસ કાપવાના ઓજારો સાથે એક ઇસમને પકડી મહુધા પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel