click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ
Gujarat

ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ

આ તાજો ઘટનાક્રમ બુધવારનો (29 નવેમ્બર, 2023) છે. અમેરિકાના ન્યાય વિભાગે કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, અધિકારીના નામનો ફોડ પાડવામાં આવ્યો નથી અને તેમના સ્થાને CC-1 લખવામાં આવ્યું છે.

Last updated: 2023/11/30 at 4:34 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ ફરી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે અમેરિકાના એક અખબાર ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ પોતાની ધરતી પર પન્નુની હત્યા કરવાના એક પ્લોટને નિષ્ફળ બનાવ્યો હતો. હવે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે ભારત સરકારના એક અધિકારીએ નિખિલ ગુપ્તા નામના એક ભારતીય નાગરિકને પન્નુની સોપારી આપી હતી. આ આરોપોને લઈને ભારત સરકારે પણ જવાબ આપ્યો છે.

આ તાજો ઘટનાક્રમ બુધવારનો (29 નવેમ્બર, 2023) છે. અમેરિકાના ન્યાય વિભાગે કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, અધિકારીના નામનો ફોડ પાડવામાં આવ્યો નથી અને તેમના સ્થાને CC-1 લખવામાં આવ્યું છે. USનો દાવો છે કે તેઓ ભારત સરકારની એજન્સીના કર્મચારી છે, જેઓ સિક્યુરિટી મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સ માટે જવાબદાર છે.

On Gurpatwant Singh Pannun killing row, US Justice Dept says "Indian govt employee working with others…directed a plot to assassinate…political activist"; US authorities says hitman who was undercover U.S. law enforcement officer was given $100,000 to kill Pannu pic.twitter.com/yVL8U0MXKP

— Sidhant Sibal (@sidhant) November 29, 2023

નિખિલ ગુપ્તા હાલ હત્યાની સોપારીના આરોપસર ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. આ આરોપો હેઠળ તેને 10 વર્ષની સજા થઈ શકે છે. જૂન મહિનામાં ચેક ઓથોરિટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યાર્પણ માટે અમેરિકા અને છેક રિપબ્લિક વચ્ચે હાલ વાટાઘાટો ચાલી રહી છે.

ચાર્જશીટમાં US જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો કે, આ વર્ષની શરૂઆતમાં એક ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તા સહિત અન્યો સાથે મળીને ન્યૂયોર્કમાં રહેતા ભારતીય મૂળના યુએસ નાગરિક અને ‘રાજકીય કાર્યકર’ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સાથે વિભાગ દ્વારા એક ફોટોગ્રાફ પણ શૅર કરવામાં આવ્યો છે, જેમાં બે વ્યક્તિઓ વચ્ચે પૈસાની લેવડદેવડ થતી જોવા મળે છે, પરંતુ તેમના ચહેરા દેખાતા નથી.

દાવો એવો કરવામાં આવ્યો કે, અધિકારીએ ભારતમાંથી આ કાવતરું રચ્યું અને તે માટે નિખિલ ગુપ્તાની મદદ લેવામાં આવી. આરોપ છે કે ગુપ્તા અધિકારીનો સહયોગી છે અને બંનેની આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયારોની હેરફેરમાં પણ સંડોવણી છે. દાવા અનુસાર, મે, 2023માં CC-1એ નિખિલ ગુપ્તાને આ હત્યાની સોપારી આપી હતી.

ત્યારબાદ જણાવવામાં આવ્યું કે, CC-1ના નિર્દેશ પર નિખિલ ગુપ્તાએ એક એવા વ્યક્તિનો સંપર્ક કર્યો, જે ક્રિમિનલ એસોશિએટ મનાતો હતો પરંતુ વાસ્તવમાં તે ગુપ્ત રીતે DEA સાથે કામ કરતો હતો. તેણે ગુપ્તાની મુલાકાત એક કથિત હિટમેન સાથે કરાવી હતી, જે પણ DEAનો અન્ડરકવર ઓફિસર હતો. આરોપ છે કે હિટમેનને ખાલિસ્તાની આતંકવાદીની હત્યા કરવા માટે 1 લાખ યુએસ ડોલર (આજની કિંમત પ્રમાણે 83 લાખ ભારતીય રૂપિયા) આપવામાં આવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે આ માત્ર આરોપો છે. જ્યાં સુધી જે-તે વ્યક્તિ દોષિત ન સાબિત થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ જ માનવામાં આવશે.

#WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "As regards the case against an individual that has been filed in a US court, allegedly linking him to an Indian official, this is a matter of concern. We have said that this is also contrary to government policy. The nexus between… pic.twitter.com/k445jwS78Y

— ANI (@ANI) November 30, 2023

અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડવાના આરોપ ભારતીય પર લગાવ્યા બાદ ભારત સરકારે પણ આ મામલે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, “જ્યાં સુધી વાત USની કોર્ટમાં દાખલ થયેલા એક વ્યક્તિ સામેના કેસની છે, જેમની ઉપર ભારતીય અધિકારી સાથે સંબંધ ધરાવવાનો આરોપ છે, આ ચિંતાની બાબત છે. અમે કહી ચૂક્યા છીએ કે આ સરકારની પોલિસીની પણ વિરુદ્ધ છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ, ટ્રાફિકિંગ, ગન રનિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કટ્ટરપંથીઓ કાયદાકીય એજન્સીઓ અને સંસ્થાઓ માટે એક ગંભીર સમસ્યા સર્જે છે અને આ કારણે એક ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી બનાવવામાં આવી છે, જે રિપોર્ટ આપશે.”

વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરકાર આ બાબતોને ગંભીરતાથી લઇ રહી છે, કારણ કે તે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને પણ સીધી રીતે અસર પહોંચાડે છે. સંબંધિત દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ભારત સરકારે ગત 18 નવેમ્બરના રોજ એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી હતી, જે તપાસ કરી રહી છે. તેમણે અંતે ઉમેર્યું હતું કે, સમિતિ જે રિપોર્ટ આપશે તેના આધારે સરકાર યોગ્ય પગલાં લેશે.

 

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: america, breakingnews, Drug Enforcement Administration, Government of India, gujaratinews, internationalnews, Khalistani terrorist Pannu, localnewsingujarat, newschannelinindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, topnewschannelinhindi, topnewschannelinindia, US Justice Department

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 30, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર!
Next Article તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા પહોચ્યાં ફિલ્મ સ્ટાર્સ.. ચિરંજીવી, એનટીઆર, અલ્લુ અર્જુને આપ્યો મત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?