ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને લઈ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને DGPની તાત્કાલિક બેઠક બોલાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો તેમજ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah holds a meeting with Chief Ministers, DGPs and Chief Secretaries of border states
CMs of J&K, Punjab, Rajasthan, Gujarat, Uttarakhand, Uttar Pradesh, Bihar, Sikkim, West Bengal and LG of Ladakh and LG of Jammu and Kashmir… pic.twitter.com/FXnGzTOGCV
— ANI (@ANI) May 7, 2025
અમિત શાહે શું સૂચના આપી ?
ગૃહમંત્રીએ પહેલાથી જ તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓને રજા પર રહેલા તેમના કર્મચારીઓને પાછા બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે દેશની આંતરિક સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને સતર્ક રહેવા અને કડક નજર રાખવા જણાવ્યું. ગૃહમંત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ ને પહેલગામમાં નિર્દોષ લોકોની ક્રૂર હત્યાઓ પર ભારતનો પ્રતિભાવ ગણાવ્યો.
અમિત શાહે એમ પણ કહ્યું કે, મોદી સરકાર ભારત અને તેના લોકો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ છે અને ભારત આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય હુમલો 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
બીટિંગ રીટ્રીટ પરેડ રદ
અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ પરેડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. BSF એ પરેડના અંત અંગે અટારી બોર્ડર પર પોસ્ટર લગાવ્યા છે, ત્યારબાદ પરેડ જોવા આવેલા લોકો પાછા ફરી રહ્યા છે.