click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા
AnandGujarat

આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા

દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આણંદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત.

Last updated: 2026/08/14 at 6:23 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 હજારથી વધુ નગરજનોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

Contents
પોલીસ બેન્ડ, ઘોડેશ્વાર પોલીસ અને NCC કેડેટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્રઅધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાથમાં તિરંગો લઈને જોડાયાવિદ્યાનગર રોડ પર તિરંગા અને રોશનીનો નયનરમ્ય શણગારભાવેશ સોની (આણંદ)

વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી તિરંગા યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, સ્થાનિક ધારાસભ્યો તેમજ અન્ય અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

તિરંગા યાત્રા શાસ્ત્રી મેદાનથી શરૂ થઈ વિદ્યાનગર શહીદ ચોક અને ભાઈકાકા સ્ટેચ્યુ થઈ આણંદ ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

પોલીસ બેન્ડ, ઘોડેશ્વાર પોલીસ અને NCC કેડેટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

યાત્રાની શરૂઆતમાં બાઈક સવાર પોલીસ જવાનો, ઘોડેશ્વાર પોલીસ, પોલીસ બેન્ડ અને NCC ગુજરાત બટાલિયનના કેડેટ્સે શિસ્તબદ્ધ કૂચ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત હોમગાર્ડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ટીઆરબી જવાનો અને વિવિધ સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ પણ વિશેષ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યો દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક રજૂઆતોના કારણે તિરંગા યાત્રા વધુ રંગારંગ અને આકર્ષક બની હતી.

અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાથમાં તિરંગો લઈને જોડાયા

તિરંગા યાત્રાની વિશેષતા એ રહી કે વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સામાન્ય નાગરિકોની જેમ હાથમાં તિરંગો લઈને પદયાત્રામાં ભાગ લીધો હતો. મેયર દીપિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયા, જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવો પણ યાત્રામાં જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નગરજનોને બિરદાવ્યા હતા અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી.

વિદ્યાનગર રોડ પર તિરંગા અને રોશનીનો નયનરમ્ય શણગાર

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડની બંને બાજુ આવેલી ઇમારતોને રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવી હતી. માર્ગ પરના થાંભલાઓ અને મુખ્ય વિસ્તારોમાં આકર્ષક રોશની કરવામાં આવતા સમગ્ર વિસ્તાર તિરંગાના રંગોમાં રંગાયો હતો.

10 હજારથી વધુ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના નારા લગાવતા આગળ વધી રહ્યા હતા. પરિણામે સમગ્ર વિદ્યાનગર રોડ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાયો હતો.

ભવ્ય તિરંગા યાત્રા માત્ર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂરતી સીમિત ન રહી, પરંતુ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતો લોકોત્સવ બની હતી. મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, અધિકારીઓ અને નાગરિકોની ભાગીદારીથી આણંદમાં દેશભક્તિનો યાદગાર માહોલ સર્જાયો હતો.

 

ભાવેશ સોની (આણંદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

TAGGED: 'Bharat Mata Ki Jai', 80th Independence Day, 80મો સ્વતંત્રતા દિવસ, Anand Independence Day, Anand Latest News, Anand Municipal Corporation, anand news, Anand Tiranga Yatra, Gujarat Independence Day 2026, Gujarat NCC, Gujarat news, Har Ghar Tiranga, Har Ghar Tiranga 2026, HARSH SANGHAVI, Horse Mounted Police, Independence Day Gujarat, Karamsad - Anand Municipal Corporation, Mitesh Patel, Patriotic Rally, Police Band Gujarat, Shastri Maidan, Tiranga Rally Anand, Tiranga Yatra Gujarat, Vallabh Vidyanagar, Vande Mataram, Vidyanagar Road, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આનંદ તાજા સમાચાર, આનંદ તિરંગા યાત્રા, આનંદ સમાચાર, આનંદ સ્વતંત્રતા દિવસ, એચ.સી.સી. ભારત માતા કી જય, કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પોલીસ બંદોબસ્ત, ગુજરાત સમાચાર, ગુજરાત સ્વતંત્રતા દિવસ 2026, તિરંગા યાત્રા ગુજરાત, તિરંગા રેલી આણંદ, દેશભક્તિ રેલી, વંદે માતરમ, વલ્લભ વિદ્યાનગર, વિદ્યાનગર રોડ, શાસ્ત્રી મેદાન, સ્વતંત્રતા દિવસ ગુજરાત, હર ઘર તિરંગા, હર ઘર તિરંગા 2026, હર્ષ સંઘવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આણંદના બાકરોલમાં ₹67.52 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Next Article સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?