આણંદ જિલ્લાના ભાલેજમાં લાંબા સમયથી ચાલતા ગૌવંશના ગેરકાયદેર કતલખાનું લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબી દ્વારા થયેલ આ કાયદેસરની કામગીરીમાં કુલ દસ ગૌવંશને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ દ્વારા સ્થળ પરથી ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે જ્યારે પાંચ શખસ ફરાર થવામાં સફળ રહ્યા છે. કટલખાનેથી બચાવેલા ગૌવંશને પેટલાદ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લાંબા સમયથી ગેરકાયદેસર કતલખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ત્રણથી ચાર દિવસ એલસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી અને બાતનીની હકીકત સાચી નીકળતા આણંદ એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ, પીએસઆઈ પાવરા સાહેબ અને પોલીસ ટીમ દ્વારા અચાનક દરોડો પાડતા ચાર આરોપીઓ રંગેહાથ પકડાઈ ગયા છે. પોલીસ ટુકડીને આવતાં જોઈ પાંચ આરોપીઓ સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યા છે જેઓની શોધખોળ ચાલુ છે.
એલસીબી પોલીસના દરોડામાં કુલ 885 કિલો ગૌમાંસ સ્થળ પરથી પકડાયેલ છે અને દસ ગૌવંશને જીવતા બચાવી લેવામાં આવેલ છે અને તેમને પેટલાદ ખાતે પાંજરાપોળમાં મોકલી દેવામાં આવેલ છે. ઉપરાંત કતળખાનેથી નાના મોટા ચાકુ, દોરડા, સ્કૃ ડ્રાઈવર, સોયા, દોરીઓ લોખંડના સળીયા જેવો મુદ્દામાલ પોલીસે કબજે લીધેલ છે. પોલીસ દ્વારા કુલ 4.86 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વાત કરતા આણંદ જિલ્લા ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબે જણાવ્યું હતું આરોપીઓ આણંદની આસપાસથી છૂટક ગૌવંશ કતલખાને લાવતા હતા અને ખેડૂતનો સ્વાંગ કરીને ખેતીના બહાને અને દૂધના વ્યવસાયના બહાને ગૌવંશ ખરીદીને લાવતા હતા. ગૌવંશ નું કતલ કરી આરોપીઓ તેમનું માંસ ભાલેજમા છૂટક વેચતા હતા અને આણંદના અમુક વેપારીઓને વેચતા હતા. પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં ચારેય આરોપીઓની કસ્ટડી માગીને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે . હવે જોવાનું એ રહ્યું કે ત્રણ દિવસના રિમાન્ડમાં આરોપીઓ દ્વારા ક્યાં ક્યાં ગૌમાંસ વેચવાની વાત બહાર આવે છે અને કઈ કઈ જગ્યાથી ગૌવંશ લાવતા હતા તે જાણવા મળે છે. વધુમાં તે પણ તપાસ જરૂરી બની ગઈ છે કે લાંબા સમયથી ચાલતા આ કતલખાના માં કતલ કર્યા બાદ હાડકાનો શું ઉપિયોગ કરાતો હતો. આ સાથે ભાલેજમાં અને જિલ્લામાં આવા કેટલા ગેરકાયદેસર કતલખાના ચાલે છે તે પણ મોટો તપાસનો વિષય છે.
પકડાયેલ આરોપીઓ :
સમગ્ર બનાવમાં પોલીસે કાદર ઉર્ફે કાદર હાજી મહંમદ કુરેશી, જીલાની રબ્બાની કુરેશી, મુસ્તુફા રસુલ કુરેશી, સકીલ સિકંદર કુરેશી (તમામ રહે. ભાલેજ)ને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે પોલીસને જોતાવેંત આણંદના પોલસન ડેરી રોડ પર રહેતો ઈસાક સિદ્ધીક કુરેશી, મુસ્તકીમ ઉર્ફે બાટલી મહેબુબ કુરેશી, રેશી, મહેબુબ અબ્દુલ કુરેશી, રસુલ કમાલ શેખ અને હસન કઠલાલી ક મુસ્તુફા કુરેશી (તમામ રહે. ભાલેજ) ફરાર થઈ ગયા હતા. જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.