ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવ્યા પછી રાજ્યપાલ આનંદીબેન પટેલ વતી તેમના સચિવે DMને પત્ર લખી ચેતવણી આપી હતી. એવામાં સરકારે સમન્સ જાહેર કરનાર SDMને સસ્પેન્ડ કર્યા છે.
SDMએ રાજ્યપાલ વિરુધ જાહેર કર્યું સમન્સ
મળતી જાણકારી અનુસાર, બદાયૂં જિલ્લાના SDM દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓને અવગણીને રાજ્યપાલ વિરુધ સમન્સ જાહેર કર્યું હતું. જેમાં SDM કોર્ટમાં રાજ્યપાલને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલો સામે આવતા જ રાજ્યપાલના સચિવે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલ્યો હતો.
સસ્પેન્ડનો આદેશ
જે બાદ બુધવાર બપોરે સરકારે એસડીએમ ન્યાયિક પ્રક્રિયા આધિન સસ્પેન્ડ કર્યો હતો. આ તરફ ડીએંએ આ કોર્ટમાં અરજીકર્તા બદનસિંહને તેમના સ્તરથી અરજી ખારીજ કરી દીધી હતી. બદાયુના ડીએમ મનોજ કુમારે કહ્યું કે રાજ્યપાલને સમન્સ મોકલવા મામલે સદર કોર્ટે એસડીએમ કોર્ટ અધિકારી વિનીત કુમારને સસ્પેન્ડનો આદેશ કરાયો છે. આ કોર્ટમાં પેશકારને પણ સસ્પેન્ડનો આદેશ કરાયો છે.