ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના પીપલગ, ઉત્તરસંડા, ડુમરાલ અને ટુંડેલ ખાતે નાગરિકોની સુવિધા હેતુ નવીન સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ આજરોજ સંપન્ન થયું હતું.
આ જનસુવિધા કેન્દ્રો ખાતે નાગરિકોને જન્મ-મરણના દાખલા, આધાર કાર્ડ સેવાઓ, ટેક્સ ચુકવણી સહિત મહાનગરપાલિકાની 20 થી વધુ વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે, જેના કારણે નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ મળશે.
કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું:
* પીપલગ ખાતે ₹50 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
* ઉત્તરસંડા ખાતે ₹65 લાખના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
* ડુમરાલ ખાતે ₹60 લાખના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
* ટુંડેલ ખાતે ₹70 લાખના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ તેમજ ₹146.33 લાખના ખર્ચે નિર્મિત થનાર અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત
ઉપરાંત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, હાઈ માસ્ટ અને સ્ટ્રીટ લાઈટ, આંગણવાડી અપગ્રેડેશન, અર્બન હેલ્થ સેન્ટર, તળાવ ડેવલપમેન્ટ સહિતના વિવિધ કામો પ્રગતિમાં છે તથા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
વિસ્તાર મુજબ વિકાસકાર્યો:
* પીપલગ ખાતે ₹986.03 લાખના વિવિધ વિકાસના કામો
* ડુમરાલ ખાતે ₹1322.23 લાખના કામો
* ઉત્તરસંડા ખાતે ₹824.02 લાખના કામો
* ટુંડેલ ખાતે ₹149.39 લાખના કામો
આ પ્રસંગે પૂર્વ સરપંચઓ, પૂર્વ કાઉન્સિલરો, વિસ્તારના અગ્રણી કાર્યકર્તાઓ, સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિકોને ઘરઆંગણે સુવિધા ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને કારણે વિસ્તારના વિકાસને વધુ ગતિ મળશે અને લોકોને ઝડપી પ્રશાસનિક સેવાઓનો લાભ મળશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel