આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું
આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
ગૌરક્ષકોએ મોટી સંખ્યામાં આણંદ ટાઉન પોલીસ મથકે એકત્ર થઈને આજે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે “ગાય માતા પરનો અત્યાચાર.નહીં સહેગા હિંદુ સમાજ”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં વિડિયોમાં દેખાતા તમામ વ્યક્તિઓ સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવા અને તેમને નોકરીમાંથી દૂર કરવાની માંગ કરી છે.
આણંદ જિલ્લા ગૌરક્ષા દળના અધ્યક્ષ પ્રકાશ રાજપૂતે જણાવ્યું કે, હિન્દુ સમાજ ગાયને માતા માને છે. તેમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે. મનપાના કર્મચારીઓ દ્વારા ગાયો પર થઈ રહેલા અત્યાચારનો તેઓ સખત વિરોધ કરે છે. આ કૃત્યથી હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે.