સ્પોર્ટસ કોમ્પ્લેકસ સીદસર ભાવનગર ખાતે સમિટોમો એથ્લેટીક્સ મીટ ૨૦૨૪ રાખવા આવેલ . વિદ્યાર્થીઓને એથ્લેટીક્સ રમત માટેનો અભિગમ ખીલે તથા તેના વિદ્યાર્થીઓના વિકાસ તેમજ તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આયોજન કરે છે.
એથ્લેટીકસ મીટમા ૬ સ્પર્ધાઓ યોજેલ,જેમા ૧૦૦ મીટર દોડ,૨૦૦ મીટર દોડ, રીલે દોડ, લોંગ જમ્પ, શોર્ટપુટ,ડિસ્ક થ્રો જેવી સ્પર્ધાનું આયોજન કરેલ.જેમા ૪૮ સ્કુલના કુલ ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓમા વિદ્યાર્થીનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓ અંતે પૂર્ણ થઈ ત્યારે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને મેડલ આપીને સન્માનીત કરવામાં આવેલા તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ગીફટ આપવામા આવેલ હતી. આ સમગ્ર આયોજનમાં લાલજીભાઈ કોરડીયા, અમુલભાઈ પરમાર તથા વ્યાયામ શિક્ષકનો ખુબ જ સરસ સહકાર મળ્યો હતો .
આ કાર્યક્રમને સફળ કરવા માટે સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર-એચ.આર એન્ડ જનરલ અફેર્સ સતીષભાઈ મહેતા તેમજ નરેશભાઈ ભટ્ટ તથા વનરાજસિંહ ચાવડા, ચેતનભાઈ પરમાર અને H.R.ટીમ દ્વારા ખુબ જહેમત ઉઠાવવામાં આવેલ ,
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તેમજ સ્પોર્ટસ કોમ્પ્લેકસ સીદસર નો સહયોગ મળેલ હતો તેમજ દરેક શાળાના વિદ્યાર્થીઓ તથા પ્રિન્સીપાલ નાં સહકારને કારણે ૧૨૦૦ જેટલા ખેલીડીઓ એથલીટ મિટમાં ભાગ લઈ શક્યા હતા અને મીટ ને સફળ બનાવી હતી .