દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુરશી સંભાળતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓને તેમના મૂળ કેડરમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. જો કે, એવી જોગવાઈ છે કે મંત્રી પદ છોડતાની સાથે જ તેના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત થઈ જાય છે અને નવા મંત્રી પોતાના અંગત સ્ટાફની નિમણૂંક કરે છે.
દિલ્હી: નવી મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું પ્રથમ નિર્ણય
આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન અન્યત્ર પોસ્ટિંગ કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પેરેન્ટ વિભાગમાં રિપોર્ટ કરવા આદેશ અપાયો છે.
Delhi | The newly formed government terminates all co-terminus appointments made earlier in the offices of former Chief Minster and cabinet minsters.
The order reads, "All the officers, officials and staff from various departments, organizations, corporations, boards,… pic.twitter.com/FGg08taC5R
— ANI (@ANI) February 21, 2025
મુખ્ય મુદ્દા:
➡ રેખા ગુપ્તાએ રામલીલા મેદાનમાં CM પદની શપથ લીધી.
➡ મોડી સાંજે યમુનાના દર્શન કર્યા અને આરતી ઉતારી.
➡ આપ સરકારમાં બદલાયેલા અધિકારીઓની પોસ્ટિંગ રદ્દ.
આ નિર્ણય સરકારની કામગીરીમાં સંચાલન સુધારવા અને જૂની વિવાદાસ્પદ બદલીઓ પર પુનર્વિચાર કરવા માટે લેવામાં આવ્યો છે.