ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. આ બાબતે ડીજીપીએ નિવેદન આપેલ છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ પોલીસ તપાસ કરી રહી છે, જેમાં આયુર્વેદિક સીરપ જેવું પ્રવાહી છે, જેમાં ૩ વ્યક્તિના મૃત્યુ થયેલ, ર લોકોનું મૃત્યુ સીરપના કારણે થયું નથી.
આ બાબતે ખેડા પોલીસે જણાવેલ કે, ખેડા જીલ્લાના નડિયાદ-બીલોદરા ગામે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓના મરણ થવા બાબતે તા.૨૯/૧૧/૨૦૨૩ ના રોજ ખાનગી માણસોથી માહિતી મળેલ કે, નડિયાદ તાલુકાના બીલોદરા ગામ ખાતે ત્રણ ઇસમો આર્યુવેદીક પીણું/સીરપ પીને મરણ ગયેલ છે તે બાબતેની જાણ મરણ જનારના સગા સબંધીઓ કે હોસ્પીટલના ડૉક્ટરો દ્રારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ નહિ પરંતુ કેટલાક ઇસમોની તબિયત નાદુરસ્ત થતાં નડિયાદ ખાતેની જુદી જુદી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયેલ હોવાની માહિતી ચકાસવા પોલીસની જુદી જુદી ટીમો દ્રારા નડિયાદ શહેરની હોસ્પીટલોમાં તપાસ કરવામાં આવતાં ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બનેલ શંકાસ્પદ મૃત્યુના બનાવના ભાગરૂપે બીલોદરા ગામ ખાતે પોતાની કરીયાણાની દુકાનમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વેપારની સાથે આર્યુવેદીક પીણું/સીરપ (૧) નારાયણભાઇ ઉર્ફે કિશોર સાંકળભાઈ સોઢા તથા (૨) ઇશ્વરભાઇ સાંકળભાઇ સોઢા બંને રહે, બીલોદરાવાળાઓ વેચાણ કરતા હોવાની ખાનગી હકીકત માલુમ પડેલ અને આ આર્યુવેદીક પીણું/સીરપ યોગેશકુમાર ઉર્ફે યોગી પારૂમલ સીંધી રહે, નડિયાદવાળાએ ઉપરોક્ત બંને ઇસમોને આપેલ હોવાની માહિતી મળતા ઉપરોક્ત ત્રણેય ઇસમોને અત્રેની કચેરી ખાતે પુછપરછ સારૂ લાવવામાં આવેલ છે અને સદર બનાવ બાબતે સમગ્ર હકીકતને ઉજાગર કરવા સારૂ તપાસ બાબતે પુછપરછ ચાલુ છે અને આ બાબતે યોગ્ય અને ન્યાયિક પુરાવા મળેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.