કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર અયોધ્યામાં રામ મંદિર તોડવાની માંગ કરવાનો આરોપ લગાવી મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી 2024 ના પાંચમા તબક્કાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના કાંગડા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર અયોધ્યામાં રામ મંદિર તોડવાની માંગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે, રામ મંદિર તોડતા પહેલા રામ ભક્તોનો સામનો કરવો પડશે.
હિમાચલ પ્રદેશના કાંગડા પહોંચેલા અનુરાગ ઠાકુરે જનમેદનીને સંબોધતા પૂછ્યું કે, કોંગ્રેસના આ નેતાઓ કેમ રામ મંદિર તોડવા માંગે છે? આખરે આ લોકો ભગવાન રામને કાલ્પનિક કેમ કહે છે? આ લોકો હિંદુ ધર્મનું અપમાન કેમ કરે છે? અનુરાગ ઠાકુરે કહ્યું કે, અંગ્રેજો આવ્યા અને ગયા, પરંતુ આ સનાતન ધર્મ હતો, છે અને રહેશે. સનાતન ધર્મ વિશે ઠાકુરે કહ્યું કે, છેલ્લા 500 વર્ષમાં અમારી કેટલી પેઢીઓ આવી અને ગઈ પરંતુ અમે કોઈને દબાણ કર્યું નથી. વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલ્યો અમે કેસ લડ્યો. કોંગ્રેસે તો રામ લલ્લાને હરાવવા માટે પોતાના વકીલોને મેદાનમાં ઉતાર્યા પરંતુ તમે જુઓ રામ લલ્લા જીતી ગયા અને મંદિર પણ બન્યું.
कांग्रेस के नेता राम मंदिर पर बुलडोजर क्यों चलाना चाहते हैं?
राममंदिर पर बुलडोज़र चलाने वालों, राममंदिर से पहले बुलडोज़र रामभक्तों पर चलाना पड़ेगा। pic.twitter.com/nyagRJsG62
— Anurag Thakur (मोदी का परिवार) (@ianuragthakur) May 18, 2024
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં અયોધ્યા ધામમાં માત્ર રામ મંદિર જ નહીં પરંતુ સોમનાથ ધામ, કાશી વિશ્વનાથ ધામ, કેદારનાથ ધામ અને મહાકાલ લોકધામનું પણ નિર્માણ થયું છે. જે કોઈ વિચારે છે કે તેઓ રામ મંદિરને બુલડોઝર ચલાવી શકે છે, તેમણે પહેલા રામ ભક્તોનો સામનો કરવો પડશે અને રામ ભક્તો પર હુમલો કરવો પડશે.
કોંગ્રેસ-SP આવશે તો રામ લલ્લા…….
અનુરાગ ઠાકુરે કહ્યું કે, 17 મેના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં વડાપ્રધાન મોદીની વિશાળ રેલી યોજાઈ હતી. એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તેમના સહયોગીઓ સત્તામાં આવશે તો આપણા રામ લાલાને ફરીથી તંબુમાં પાછા ફરવું પડશે. આ લોકો રામ મંદિર પર બુલડોઝર ચલાવશે. વિપક્ષે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પાસેથી શીખવાની જરૂર છે કે ક્યાં ચલાવવું જોઈએ અને ક્યાં નહીં.