જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે બજારની ચાલની સાથે નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ શેરબજારના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સેબીએ છૂટક રોકાણકારો તેમજ રોકાણકારોની દરેક શ્રેણીને શોર્ટ સેલિંગ કરવાની પરવાનગી આપી છે. પરંતુ તે નેકેડ શોર્ટ સેલિંગ કરી શકશે નહીં.
⚡️⚡️Checkmate to Short sellers like Hindenburg and Soros cabal
SEBI Bans Naked short-selling in Indian Stock-Market pic.twitter.com/W4CbLQkTh6
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 5, 2024
ભારતીય શેરબજાર નિયામક સેબીએ કડક પગલાં લીધા છે. સેબીએ શેરબજારમાં નેકેડ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સેબીના જણાવ્યા અનુસાર, માર્કેટમાં દરેક કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે, પરંતુ રોકાણકારો નેકેડ શોર્ટ સેલિંગ કરી શકશે નહીં.
સેબીએ જણાવ્યું હતું કે ફ્યુચર ટ્રેડિંગ એટલે કે ભાવિ વિકલ્પોમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ તમામ શેરોમાં શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે. હિંડનબર્ગ વિવાદના લગભગ એક વર્ષ પછી, ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ Naked Short Selling પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે સેબીએ તમામ કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગમાં ભાગ લેવાની છૂટ આપી છે.
સેબીના નિયમો અનુસાર કોઈપણ રોકાણકાર કે જે ફ્યુચર-ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરી રહ્યો છે તેણે કોઈપણ શેરના શોર્ટ સેલિંગ પછી પ્રથમ દિવસે જ એક ડિક્લેરેશન કરવું પડશે. આમાં તેનો ટ્રાન્ઝેક્શન શોર્ટ સેલ છે કે નહીં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. ઓર્ડર આપતી વખતે આનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ સાથે સેબીએ કહ્યું છે કે કોઈપણ સંસ્થાકીય રોકાણકાર ડે ટ્રેડિંગ કરી શકશે નહીં. આવા રોકાણકારોએ ઓર્ડર ટ્રાન્ઝેક્શન પહેલા ડિક્લેરેશન કરવું પડશે.