તારીખ:૫-૧-૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ અને ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી અવેરનેસ કાર્યક્રમનું ભાઈકાકા ગ્રંથાલય ખાતે આયોજન કરાયું.
રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના અંદાજિત ૧૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને શ્રીજલારામ જનસેવા ટ્રસ્ટ ધર્મજના IEDSSના વિશિષ્ટ શિક્ષકો, યુનિવર્સિટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ, અધ્યાપકઓ, વિભાગીય વડાઓ અને વહીવટી વિભાગના વડાઓ તથા ભાઈકાકા ગ્રંથાલયના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કા. કુલપતિ પ્રોફે.ડૉ. નિરંજનભાઈ પટેલે તેમના પ્રવચનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તરફથી દરેક પ્રકારની વિદ્યાર્થીઓને સગવડો કરી આપવાની ખાતરી આપી હતી. તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરી એવા ડિપ્લોમાં કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે ચાલુ કરવાનું પણ જણાવેલ. તેમજ યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ ચેર ચાલુ કરવાનું જણાવેલ. કાર્યક્રમાના અતિથિવિશેષ રાજેશભાઈ પટેલે ગુણવત્તાસભર કાર્યક્રમ ગણાવી પ્રશંસા કરેલ હતી. કાર્યક્રમના મુખ્ય વકતા રણછોડભાઈ સોની, ટેક્નોહેડ, એન.એ.બી.રાજ્યશાખા,અમદાવાદ હાલના વર્તમાન સમયમાં ઉપલબ્ધ વિવિધ ટેકનોલોજીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે તેની માહિતી આપેલી.
આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ,આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,મંત્રી ચંદ્રકાન્તભાઈ સોલંકી,તેમજ ગુજરાત રાજ્ય શાખાના મંત્રી તારકભાઈ લુહાર ઉપસ્થિત રહીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કા.યુનિવર્સિટી ગ્રંથપાલશ્રી ડૉ.શિશિર માંડલીયાએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા.રાષ્ટ્રીય અંધજન મંડળ,આણંદના ઉપપ્રમુખ મેઘનાબેન જોશી દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ વિશે ટૂંકમાં પરિચય આપેલ. સંસ્થાના ઉમદા કાર્યો કરનાર હોદ્દેદારોને સન્માનિત કરેલ હતા.રાષ્ટ્રીય અંધજન મંડળ, અમદાવાદના ટેકનોહેડ શ્રી રણછોડભાઈ સોનીએ કીબો મશીન અને ઓરબીટ ટુલ વિશે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત છણાવટભરી સમજ આપી હતી. કાર્યક્રમનુ સંચાલન હર્ષલ મહાજને કરેલ.
કાર્યક્રમના અંતે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.ભાઇલાલભાઈ પટેલે આભાર વિધિ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાઈકાકા ગ્રંથાલય પરિવાર તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.