ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે વડતાલ ધામે તારીખ ૭ થી ૧૫ નવેમ્બર સુધી દ્વી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે , જેમાં રોજના લાખો ની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવી રહ્યા છે .
ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ઉજાગર કરતો વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ આબાલ વૃદ્ધ સૌ કોઈ માટે સાંસ્કૃતિક પારિવારિક, સામાજીક એવું આધ્યાત્મિક પ્રેરણા બની રહેશે.સમગ્ર મહોત્સવ દરમ્યાન ૨૫,૦૦,૦૦૦ થી વધુ હરિભક્તો લાભ લેશે.
સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામનું ખાતમૂહુર્ત કરી મંદિર બંધાવી પોતાના સ્વહસ્તે ૨૦૦ વર્ષ પહેલા મૂર્તિ સ્થાપના કરેલ છે.વડતાલધામ દ્વિશતાબ્દી મહામહોત્સવની રૂપરેખા જોઈએ તો ૮૦૦ વીઘા જમીનમાં થઈ રહ્યો છે મોહતસવ જેમાં
સાંસ્કૃતિક પ્રદર્શન :
આ સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર કુલ ૮ વિભાગ આવેલ છે.જેમાં ૫૦૦૦૦ કરતાં પણ વધારે હરિભક્તો એક સાથે લાભ લઈ શકશે
તેમજ આ પ્રદર્શનમાં ૪૯,૩૪૦ સ્કવરફિટમાં ૧૨૧ કરતાં પણ વધારે વિવિધ ફૂલ છોડ ઉપયોગ કરવામાં આવેલ છે.
આ પ્રદર્શનમાં મનુષ્ય જીવનને સાર્થક બનાવે તથા પંચવર્તમાનનું પાલન દ્રઢપણે થાય તે માટે નાની નાની ૬૦ કરતાં પણ વધારેલ ફીલ્મો બતાવવામાં આવી છે
આ પ્રદર્શનમાં વિવિધ ૧૧ પ્રકારના દ્વાર રાખવામાં આવેલ છે.
તેમાં વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર ૧૦૦ ફૂટ લાંબુ અને ૩૫ ફૂટ ઉંચુ છે.
ઉપરાંત જીવંત કલાકરો ધ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં ૧૯૦ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને ૧૧૪ ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્ર કંડારાયેલ છે. પ્રદર્શન વિભાગમાં કુલ ૭૩૦૦૦ બ્લોકનો ઉપયોગ કરવામાં આવેલ છે. ૬૮૫ થી વધુ સ્વયં સેવકો દ્વારા પ્રદર્શની ની વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે
મહાઅન્નકુટ :-
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મહાઅન્નકુટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કુલ ૫૦૦૦ વાનગીનો ઉપયોગ કરવામાં આવેલ છે.
આ મહાઅન્નકુટમાં ભારતનાં વિવિધ શાજયો – શહેરોમાં જે પ્રખ્યાત મિઠાઈ છે તે તમા મિઠાઈનો આ મહાઅન્નકુટમાં સમાવેશ કરવામાં આવેલ છે.આ તમામ મિઠાઈનું અંદાજીત કુલ વજન ૨૮ ટન જેટલું થાય છે.મહાઅન્નકુટ મુકવા માટે ૧૦૩૧૫ કીલો લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે અને ૮” x ૪” ની ૬૦૦ પ્લાયવુડની સીટનો ઉપયોગ કરવામાં આવેલ છે.
ભવ્ય ભોજનશાળા :-
૬૨ હજાર ૫૦૦ ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવેલ છે. જેમાં યજમાન, મહેમાન તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ભોજનશાળામાં એક સાથે ૧ લાખ હરિભક્તો સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે હરિભક્તોને વધુ તકલીફ ના પડે તે માટે કુલ ૧૭ જેટલા અલગ ડોમમાં ભોજનાશાળા બનાવવામાં આવેલ છે. ૩૨૦૦થી વધુ સ્વયં સેવકો ભોજશાળામાં સેવા આપી રહ્યા છે ભોજનાશાળામાં ૫૦૦ થી વધુ રસોઈયા રસોઈ બનાવવા માટે રાખવામાં આવ્યા છે અને ભોજનશાળા ૨૪ કલાક ખુલી રાખવામાં આવેલ છે .
વિશાળ સભા મંડપ :-
હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે ૨.૧૦ લાખ ચો.ફૂટનો સભામંડપ તૈયાર કરવામાં આવેલ છે. જેની પીઠીકા ૩૦ હજાર ચો. ફૂટની રાખવામાં આવેલ છે. આ સભામંડપમાં ૩૦ હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરે છે .
સભામંડપનો વિશાળ પ્રવેશ દ્વારા ૩૦૦ ફૂટનો બનાવવામાં આવેલ છે.
આ સભામંડપ સામે ૧૫ફૂટ x ૨૦ ફૂટ નું વિશાળ અક્ષરભુવન મોડલ મુકવામાં આવેલ છે.
વિશાળ યજ્ઞશાળા :
૧૫ વિઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૦૮ કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. જેમાં ૩૫૦૦ વધુ દંપતિઓ બેસી છે .
બાળ મહોત્સવ :-
૨૭૦૦૦ સ્ક્વેરફૂટમાં બાળ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૨૦૦૦ ઉપરાંત બાળકો ભાગ લેધીલ છે. આ બાળ મહોત્સવમાં રમત-ગમતની સાથે બાળકોને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો પણ સમજાવામાં આવે છે .
શિક્ષાપત્રીને આધારે બાળકોને જીવન જીવતા શીખવાડવામાં આવે છે . આ બાળ મહોત્સવમાં ૧૬ થી વધુ સેશન્સ રાખવામાં આવેલ છે .
આધુનિક ટેન્ટ સીટી :
શ્રી સ્વામિનારાયણ ટેન્ટસીટી ૨૦૦ વીઘામાં બનાવવામાં આવેલ છે.
જેમાં દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલ દર્શનાર્થીઓ ને રહેવા મટે આધુનિક સુવિધા સાથેના ૨૫૦૦ થી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે , ૧૦ હજાર ઉપરાંત સ્વયં સેવકો માટે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે .
તદ ઉપરાંત મહોત્સવમાં
સમગ્ર મહોત્સવમાં કુલ ૧ લાખ કરતાં પણ વધારે ફૂલ-છોડ ઉછેરવામાં આવેલ છે , ૨૦ હજાર ઉપરાંત સ્વયં સેવકોએ ભાગ લીધેલ છે ૩૦ હજાર ઉપરાંત બેનરો લગાવવામાં આવેલ છે , ૫૦ થી વધુ ડોમ બાંધવામાં આવેલ છે, ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં ૩ આમંત્રણ રથ દ્વારા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવેલ છે, ૮ હજાર એલ.ઈ.ડી. ફોક્સ લાઈટ , ૩ હજાર પાર લાઈટ , ૫ હજાર ટ્યુબલાઈટ નો ઉપયોગ કરવામાં આવેલ છે.
વડતાલ મંદિરની સાથે સાથે સમગ્ર વડતાલ ગામને પણ રોશની થી ઝગમગ કરી દેવામાં આવેલ છે. ૧૦૦ કરતાં પણ વધારે મોટા લાઈટના ટાવરો ઉભા કરવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવ પરિસરમાં સુરક્ષા માટે ૯૦૦ ઉપરાંત સી.સી.ટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે.
મોબાઈલ નેટવર્કની સુવિધા અર્થે ૬ જુદી-જુદી કંપનીના ટાવર ઉભા કરવામાં આવેલ છે . સમગ્ર મહોત્સવમાં ૩૦૦ ટન ઉપરાંત લોખંડ અને ૧૨ હજાર ઘનફૂટ લાકડું વાપરવામાં આવેલ છે .