ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો દ્વારા ચાલતા આંદોલનો હવે નિર્માણાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. 35 દિવસ સુધી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા ધરણા અને રજૂઆતો બાદ હવે રાજ્ય સરકાર તરફથી વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનું મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા, લાયકાતના માપદંડો અને વયમર્યાદા જેવા મુદ્દાઓને સ્પષ્ટ અને વ્યાવહારિક બનાવવું છે.
ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રચાયેલ આ 10 સભ્યોની સમિતિ હવે વ્યાયામ શિક્ષકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. મહત્વનું છે કે, આ સમિતિની રચના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંદોલનકાળ દરમિયાન આપેલા વચનને અનુસંધાને થઈ છે.
શિક્ષણ મહાસંઘના નેતા ભીખાભાઈ પટેલે સમિતિની રચનાને આવકારતો પ્રતિસાદ આપ્યો છે અને સરકારને આવકારતી ચેતવણી પણ આપી છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી હવે ટાળી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું કે, દરેક શાળામાં વ્યાયામ શિક્ષક હોવો જરૂરી છે, ખાસ કરીને ધોરણ 1થી 8ના સ્તરે. છતાંય સરકાર દ્વારા આજ સુધી કોઈ કાયમી ભરતી કરવામાં આવી નથી, જેને કારણે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણથી વંચિત રહેવું પડી રહ્યું છે.
વહેલી તકે કાયમી નિમણૂક માટેની માંગણી એટલી માટે પણ ભારરૂપ છે કારણ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત ખેલ સહાયકોને માત્ર 11 મહિનાના કરાર પર નિમણૂંક અપાય છે, જેમાં પણ તેઓ ચારથી પાંચ મહિના બીના વળતરની અવસ્થામાં ઘરે બેસવા મજબૂર થાય છે. આ અભાવ અને અનિશ્ચિતતા વચ્ચે માત્ર નામના વેતન પર આ શિક્ષકો પરિવાર ચાલાવતા હોય છે, જેમાં નોકરીની ગેરંટી પણ નહીં હોય ત્યારે તેમની રોજિંદી સ્થિતિ અત્યંત કઠિન બની ગઈ છે.
શિક્ષકોના સંગઠનોએ આ મુદ્દે સરકારની અવગણનાને અઘોષિત અન્યાય ગણાવ્યો છે અને જણાવ્યું છે કે, “એર કન્ડિશન્ડ ચેમ્બરમા બેઠેલા અધિકારીઓને શું ખબર કે કાયમી નોકરી વિના સામાન્ય વર્ગના શિક્ષકને કઈ રીતે પરિવાર ચલાવવો પડે છે.”
આજની તારીખે સમિતિની રચના આશાની કિરણ છે પરંતુ હવે જોવાનું એ છે કે આ સમિતિ કેવી ગતિથી અને કેટલી પારદર્શિતાથી કામ કરે છે અને કેટલાં સમયમાં વ્યાયામ શિક્ષકોને ન્યાય મળે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel