રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સામે દાખલ અનેક અરજીઓ પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ તમામ અરજીઓને ફગાવી દીધી છે, જેમાં અરજદારોએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. હાઈકોર્ટએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર અને AMC દ્વારા ચલાવવામાં આવેલી કામગીરી યોગ્ય અને કાયદેસર છે. કોર્ટે આ કેસમાં કહ્યું કે અરજદારો પોતાનું દબાણ કાયદેસર હોવાનું સાબિત કરવા માટે કોઈપણ આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
हाइकोर्ट से गुजरात सरकार और अहमदाबाद प्रशासन को राहत
गुजरात हाइकोर्ट ने चंडोला तालाब विध्वंस को चुनौती देने वाली याचिका खारिज की।#Gujarat #ChandolaTalab #HighCourt #Ahmedabad pic.twitter.com/sWykvd9qgW
— One India News (@oneindianewscom) July 24, 2025
ચંડોળા તળાવ ખાતે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ સામે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું અને વ્યાપક રીતે આયોજન કરેલું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તળાવ વિસ્તારને લોકભાષામાં “મીની બાંગ્લાદેશ” તરીકે ઓળખવામાં આવતો હતો અને અહીં ગેરકાયદે વસવાટ કરતા લોકોએ હાઈકોર્ટમાં દબાણ ન તોડવા માટે અરજી કરી હતી. જો કે, અનેક સુનાવણીઓ અને નોટિસોની કામગીરી બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શકતા, હાઈકોર્ટે રાજ્યના હિતમાં આ કાર્યવાહી ગણાવી હતી.
આ નિર્ણય રાજ્ય સરકાર અને AMC માટે મોટી કાનૂની રાહત સમાન છે, સાથે સાથે રાજ્યભરમાં ગેરકાયદે દબાણો સામેની કાર્યવાહી માટે એક નમૂનાદાર કિસ્સો પણ બની રહ્યો છે.