હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 24 જુલાઈના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સરકારી બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના મંડી જિલ્લાના સરકાઘાટ વિસ્તારના તરાંગલા નજીક ઘટી હતી, જ્યાં HRTC (હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની સરકારી બસ ખીણમાં પડી ગઈ હતી. આ બસ સરકાઘાટથી જામની દુર્ગાપુર તરફ જઈ રહી હતી, ત્યારે સવારે લગભગ 10 વાગ્યે સ્ટીયરિંગ પરથી ડ્રાઈવરનો કાબૂ છૂટી જતા બસ ઊંડી ખીણમાં ખાબકી હતી.
બસમાં 20થી 25 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તરત બચાવ માટે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. ત્યારબાદ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરીને વેગ આપ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
खाई में गिरी सवारियों से भरी बस
हिमाचल प्रदेश के जिला मंडी में बड़ा बस हादसा हुआ है.
सरकाघाट उपमंडल के मसेरन क्षेत्र में HRTC की बस अनियंत्रित होकर गहरी खाई में जा गिरी.
हादसे में 5 लोगों की मौत हो गई, जबकि 20 लोग घायल हो गए हैं. #Mandi | #Accident | #HimachalPradesh | pic.twitter.com/ARMggWIvaS
— One India News (@oneindianewscom) July 24, 2025
દુર્ઘટનાને લઈ ડીએસપી સંજીવ ગૌતમે માહિતી આપતા જણાવ્યું કે, ખીણમાં ખાબકેલી બસમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓના મૃત્યુ થયા છે. પોલીસ દ્વારા અકસ્માતની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. શુરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે બસચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ. વધુમાં, સ્થાનિક વહીવટીતંત્ર પણ આ ઘટનાની બાજૂંબી તપાસ કરી રહ્યું છે.
આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોમાં શોકની લાગણી ફેલાવી છે અને સરકારી સ્તરે રાહતની કામગીરી ચાલુ છે.