ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત યોજાયેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં અગ્રણી અમોહભાઈ શાહે મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ હોવાનું જણાવ્યું. પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ સમાપન થયું.
સોમવારથી બુધવાર દરમિયાન ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે પ્રદેશ ભાજપ માર્ગદર્શિકા મુજબ ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત વર્ગનું આયોજન થઈ ગયું જેમાં અગ્રણી મહાનુભાવો દ્વારા સમાજ અને રાજનીતિના પાઠ ભણાવવામાં આવ્યાં.
ભાવનગર જિલ્લાના સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં આ પ્રશિક્ષણ વર્ગ ભાજપ વરિષ્ઠ અગ્રણી અમોહભાઈ શાહે પક્ષની વિચારધારા, કાર્યપધ્ધતિ અને સંગઠન સંરચના વિગતો સાથે આપણું સૈધાંતિક અધિષ્ઠાન અંગે વાત કરતાં મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ હોવાનું જણાવ્યું.
ભાજપ પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામીની ઉપસ્થિતિમાં આ ભાવનગર જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ સમાપન થયું, તેઓએ આ વર્ગ કાર્યક્રમ દ્વારા વિચારધારા સ્પષ્ટતા અને મળેલા કામને ગમતું કરવા શીખ આપી.
ત્રીજા દિવસે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાની રાષ્ટ્રીય કક્ષાએ વિરાટ આયોજનોની વિગતોની છણાવટ કરી.
ત્રીજા દિવસના સત્રમાં શશીકાંત ભોજ અને હરેશભાઈ વાઘ અધ્યક્ષ સ્થાન પર રહેલ. સંચાલનમાં રાકેશભાઈ છેલાણા અને ગોપાલભાઈ વાઘેલા રહ્યાં.
આ અગાઉ મંગળવારે યોજાયેલ સત્રોમાં સુરેશભાઈ માંગુકિયા, રમીલાબેન બારા, શ્રી અભયસિંહ ચૌહાણ, કાંતિભાઈ પટેલ, કલ્પેશભાઈ રથવી, અનિરુધ્ધભાઈ દવે અને રાજીવભાઈ પંડ્યા દ્વારા અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
ધારાસભ્યો શિવાભાઈ ગોહિલ, ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા તથા ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ, કેશુભાઈ નાકરાણી, મહેન્દ્રભાઈ પનોત અને પદાધિકારીઓ જોડાયાં હતાં.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આ પ્રશિક્ષણ વર્ગ સંયોજક તરીકે અંકિતાબેન ભટ્ટ, રાજેશભાઈ ફાળકી તથા રાકેશભાઈ છેલાણા રહ્યાં. મહામંત્રીઓ વિઠ્ઠલભાઈ સોરઠિયા (વી.ડી.), ગોપાલભાઈ વાઘેલા તથા ગેમાભાઈ આહિર સાથે રવિભાઈ બારૈયા અને હોદ્દેદાર કાર્યકર્તાઓના સંકલન આયોજન સાથે આ ત્રિદિવસીય વર્ગમાં અપેક્ષિત હોદ્દેદાર કાર્યકેતાઓને સાંપ્રત વૈશ્વિક સ્થિતિ સાથે ભાજપની ભૂમિકા અને માર્ગદર્શન મળ્યાનું પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel