ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા મતદારોને શુભકામના વ્યક્ત કરવા સાથે જણાવ્યું છે કે, ગુજરાતમાં તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજયોત્સવ સાથે ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો ભવ્ય વિજય એ જનતાનો ભરોસો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભાજપનાં રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વિવિધ પ્રાંત પ્રદેશ સાથે રાષ્ટ્ર પ્રગતિના નવા આયામો સિદ્ધ કરી રહેલ છે, ત્યારે અન્ય પક્ષોને મતદારો જાકારો આપી રહ્યાં છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ વાઘેલા, વિઠ્ઠલભાઈ (વી.ડી.) સોરઠિયા તથા ગેમાભાઈ ડાંગર સહિત હોદ્દેદારો દ્વારા હરખ વ્યક્ત કરાયો છે અને વિજેતાઓને અભિનંદન પાઠવાયાં છે, તેમ પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel