click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા
Gujarat

દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા

યુવતીએ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું પોલીસે મેડિકલ PG એસોસિએશનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સામે કેસ નોંધ્યો

Last updated: 2023/12/07 at 3:59 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેરળમાં એક 26 વર્ષીય મહિલા ડોકટરે દહેજના કારણે લગ્ન તૂટ્યા બાદ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વરપક્ષે કન્યાપક્ષ પાસેથી સોનું, BMW કાર અને 15 એકડ જમીન(Kerala Doctor Dies Fiance Demands Dowry Breaks Marriage)ની માંગ કરી હતી. છોકરાના પરિવારે માંગણી પૂરી ન થતાં લગ્ન તોડી નાખ્યા હતા. રાજ્યના આરોગ્ય મંત્રીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આત્મહત્યા કરનાર યુવતીએ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

Contents
મેડિકલ PG એસોસિએશનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ કેસ નોંધાયોસાથીદારોના ફોનનો ન આપ્યો જવાબમાતાએ પુત્રી માટે કરી ન્યાયની માંગ

મેડિકલ PG એસોસિએશનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ કેસ નોંધાયો

મૃતકનું નામ શહાના હતું. તે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થીની હતી. આ મામલે પોલીસે મેડિકલ PG એસોસિએશનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. રુવાઈઝ ઈએ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ચર્ચામાં આવ્યા બાદ કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે તપાસના આદેશ આપ્યા છે. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકને વહેલી તકે અહેવાલ રજૂ કરવા આદેશો આપવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ શહાના મંગળવારના રોજ તેના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. રુવાઈઝ અને શહાનાના લગ્ન નક્કી થઇ ગયા હતા. પરંતુ આરોપ છે કે રુવાઈઝના પરિવારે દહેજમાં 150 પાઉન્ડ સોનું, 15 એકડ જમીન અને એક BMW કાર માંગી રહ્યું હતું. આ પહેલા શહાનાનો પરિવાર 50 પાઉન્ડ સોનું, 50 લાખ રૂપિયાની સંપત્તિ અને એક કાર દેવા માટે રજી થયો હતો. જો કે છોકરાનો પરિવાર આ વાત પર રજી ન થયો અને લગ્ન તોડી દીધા હતા. જેથી શહાનાને આઘાત લાગ્યો અને તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

સાથીદારોના ફોનનો ન આપ્યો જવાબ

શહાના સોમવારે સર્જરી ICUમાં નાઈટ ડ્યુટી જોઈન કરવાની હતી, પરંતુ તેણે રિપોર્ટ કર્યો ન હતો. જ્યારે એક સાથીદારે તેને ફોન કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો ન હતો. બાદમાં જ્યારે તેના મિત્રો ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેમને દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો. આ પછી તે લોકોએ પોલીસને જાણ કરી. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તે અંદરથી બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

માતાએ પુત્રી માટે કરી ન્યાયની માંગ

કેરળ મહિલા આયોગના ચેરપર્સન એડવોકેટ સતીદેવી શહાનાની માતાને તેમના ઘરે જઈ મળ્યા હતા. શહાનાની માતાએ તેની પુત્રી માટે ન્યાયની માંગ કરી છે અને આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. મહિલા આયોગ આ મામલે પોલીસ પાસેથી રિપોર્ટ માંગશે. મહિલા આયોગના ચેરપર્સને કહ્યું હતું કે, ‘જો છોકરાના પરિવારે દહેજની માંગણી કરી છે તો તેમનાં વિરુદ્ધ દહેજ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવશે.’ રાજ્ય લઘુમતી આયોગે પણ પોતાના સ્તરે આ અંગે કેસ શરૂ કર્યો છે. આ દરમિયાન મેડિકલ PG ડોક્ટર્સ એસોસિએશને આરોપી ડોક્ટરને તેની સંસ્થાની તમામ જવાબદારીઓમાંથી હટાવી દીધો છે.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: BMW car, breakingnews, currentaffairs, currentnews, eenterniment, gujratinews, hindinews, Kerala doctor's suicide, localnews, localnewsgujarat, localnewsingujarati, localnewsinindia, oneindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Politics, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewsindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 7, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘બહાદુર’ પાકિસ્તાન ઈઝરાયેલ સામે અમારી મદદે આવે, હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાએ કરી અપીલ
Next Article T20 World Cup 2024 : ICCએ લોન્ચ કર્યો નવો લોગો, જાણો શું દર્શાવે છે ડિઝાઈન અને પેટર્ન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?