ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો…!
રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલાં રહ્યાં છે, ત્યારે ૨ ઓકટોબર ગાંધી જયંતિ સંદર્ભે રામકથા દરમિયાન મોરારિબાપુએ પણ સ્મરણ સાથે શ્રોતાઓ અને નાગરિકોને સંદેશો આપ્યો છે.
મોરારિબાપુએ બાર્બેલા સ્પેનમાં રામકથામાં વ્યાસપીઠ પરથી સૂચક સંદેશો આપતાં જણાવ્યું કે, ગાંધી જયંતિ પ્રસંગે આપણાં રાષ્ટ્રમાં સ્વચ્છતાનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે, આ કાર્ય સાથે ‘રાજનીતિ’ નહિ, પણ ‘રાષ્ટ્ર પ્રીતિ’ પર ભાર મૂક્યો છે. વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો…!
ઉલ્લેખનીય છે કે, આગામી માસે રાજકોટમાં વૃદ્ધો અને વૃક્ષો માટે ઉમદા સેવા કાર્ય કરી રહેલ સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે મોરારિબાપુનાં વ્યાસાસને વૈશ્વિક રામકથા આયોજન થયું છે.