Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

રાજયોગની બ્રહ્માકુમારી શિવનીબેન ૨૧ તારીખે ભાવનગર આવશે

રાજયોગની બ્રહ્માકુમારી શિવનીબેન ૨૧ તારીખે ભાવનગર આવશે

રાષ્ટ્રપતિ ના હાથે નારી શક્તિ એવોર્ડ વિજેતા અને અંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર શિવનીબેન આગામી ૨૧ તારીખે ભાવનગર પધારવાના છે ત્યારે સરદારનગર સ્થિત બ્રહ્મકુમરીઝમાં એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું .

કોન્ફરન્સ દરમિયાન બ્રહ્મકુમારી તૃપ્તિબેન એ જાણકારી આપી કે ભાવનગરમાં પ્રથમવાર શિવનીબેન આવી રહ્યા છે કે જેઓને મોટીવેશનલ સ્પીકર તરીકે ની લોક ચાહના દેશ વિદેશ સુધી પોહચેલ છે .

વધુમાં જણાવતા તૃપ્તિબેનએ કહ્યું અત્યારે સમાજમાં અને નવી પેઢીમાં સહન શીલતા ઓછી થતી જાય છે જેને કારણે લોકો ના જીવન હેપ્પીનેસ એટલે કે સુખ ઓછુ થતુ જાય છે , આગામી ૨૧તારીખના શિવનીબેન ” પાસવર્ડ ઓફ હેપ્પીનેસ ” વિષય ઉપર બોલશે અને તેનો લાભ લેવા માટે બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ભાવનગરની જનતા ને આમંત્રણ પાઠવ્યું છે .

પાંચ હજારથી વધુ લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરી ચૂકવામાં આવ્યા છે અને હજી વધુ રજીસ્ટ્રેશન થશે તેવી આશા પણ છે .
રજીસ્ટ્રેશન http://bksmart.org/Registration/BKShivani2024 પર કરવાનું રહેશે અને સરદારનગર સ્થિત બ્રહ્માકુમારી આશ્રમ થી પાસ ૨૦ તારીખ સુધીમાં સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૮.૦૦ સુધીમાં લઈ જવાના રહેશે .

આ કાર્યક્રમનું આયોજન જવાહર મેદાન રિલાયન્સ મોલ સામે કરવામાં આવ્યું છે અને સાંજે ૬.૦૦ થી ૮.૦૦ શિવનીબેન ખુશીયો નો પાસવર્ડ વિષય ઉપર જ્ઞાન પિરસશે .

 

 

 

 

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.