પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ આવનાર દિવાળી તહેવારો નિમીત્તે જીલ્લામાં કામગીરી અસરકારક કરવાની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ અસરકારક કામગીરી કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ માતર પોલીસ સ્ટેશન નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન રધવાણજ પાસે આવતા હેઙકો.ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે રધવાણજ ચોકડી થી આંત્રોલી રોડ, હનુમાનજી મંદિર થી આગળ રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જાનવરનો શિકાર કરવા ફરે છે.
જે બાતમી હકીકત આધારે આંત્રોલી રોડ ઉપર સદર ઇસમની વૉચમાં હતા દરમ્યાન આંત્રોલી તરફથી રોડ ઉપર સામેથી એક ઇસમ પોલીસને જોઇ ભાગવાની કોશીશ કરતાં સદરી ઇસમને કોર્ડન કરી રોકી લઇ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ રહીમભાઇ રસુલભાઈ સિંધી (ડફેર) હાલ રહે.ધોળકા, મલાવ તળાવની પાછળ, અજમેરી ફાર્મ તા.ધોળકા જી.અમદાવાદ મુળ રહે.પીશાવાડા, દરગાહની બાજુમાં, ખરાવાડ તા.ધોળકા જી.અમદાવાદ નાઓએ વગર પરવાનાવાળી એક દેશી બનાવટની બંદુક (જામગરી) કિ.રૂા.૫,૦૦૦/- તથા નંગ-૦૩ ગોળ શીશાના છરા (ગોળી) કિ.રૂા.૩૦/- તથા આશરે ૫૦ ગ્રામ ગંદ્રક પાવડર કિ.રૂા.૫૦/- તથા એક માચીસ કિ.રૂા.00/00 તથા એક પ્લાસ્ટીકનું મીણીયું કિ.રૂા.૫૦૮૦/- ના મુદ્દામાલ રાખી જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયેલ સદર ઇસમ વિરૂદ્ધમાં માતર પોલીસ સ્ટેશન આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે.