છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇએ બુધવારે પૂર્વ સીએમ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીની ટીમોએ રાયપુર અને ભિલાઇમાં બઘેલના આવાસની સાથે સાથે એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને પૂર્વ મુખ્યમંત્રીના એક નજીકના વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા. કયા મામલે તપાસ ચાલી રહી છે તે અંગે અધિકારીઓ દ્વારા કોઇ અધિકારીક નિવેદન આપ્યું નથી.
अब CBI आई है.
आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.
उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.
(कार्यालय-भूपेश बघेल)
— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025
દારૂ અને મહાદેવ એપ મામલે દરોડા
હાલમાં જ પ્રવર્તન નિર્દેશાલયે કથિત દારૂ ગોટાળા મામલે બધેલના આવાસ પર દરોડા પાડ્યા હતા. 10 માર્ચે ઇડીએ કથિત દારૂ ગોટાળા મામલે તેના પુત્ર વિરુદ્ધ ધનશોધન તપાસ હેઠળ દુર્ગ જિલ્લાના ભિલાઇ શહેરમાં ભૂપેશ બધેલના ઘરે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ચૈતન્યના કથિત નજીકના સહયોગી લક્ષ્મી નારાયણ બંસલ ઉર્ફે પપ્પુ બંસલ સહિત 13 અને સ્થળો પર પણ પીએમએલએના પ્રાવધાનો અંતર્ગત દરોડા પાડ્યા હતા.
सीबीआई ने 2017 सीडी कांड और महादेव सट्टेबाजी मामले में पूर्व सीएम भूपेश बघेल के आवास समेत छत्तीसगढ़ में कई जगहों पर छापेमारी की।@bhupeshbaghel #CBI #Chhattisgarh #Congress pic.twitter.com/7f5iCIHJKi
— One India News (@oneindianewscom) March 26, 2025
વહેલી સવારે જ સીબીઆઇએ પાડ્યા દરોડા
છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઇમાં સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. એજન્સીના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના આવાસ પર દરોડા પાડ્યા છે. મહાદેવ બેટિંગ એપ મામલે બધેલના ઘર સહિત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇડી બાદ સીબીઆઇએ પણ મહાદેવ બેટિંગ એપ મામલે એન્ટ્રી કરી છે. આ મામલે હજારો કરોડની ઠગાઇ કરવામાં આવી હતી. સીબીઆઇના અધિકારીઓએ વહેલી સવારે ભિલાઇ અને રાયપુર ખાતે વિવિધ સ્થળો પર પહોચી હતી. મળતી માહિતી અનુસાર સીબીઆઇની ટીમ મહાદેવ બેટિંગ એપ મામલે દરોડા પાડવા પહોંચી હતી. પહેલા ઇડીની ટીમે પણ દરોડા પાડ્યા હતા.
બધેલે કહ્યું AICC ની મીટિંગ થાય તે પહેલા દરોડા
ભુપેશ બધેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, હવે સીબીઆઇ આવી છે. આગામી 8થી 9 એપ્રીલે અમદાવાદમાં થનારી AICC ની બેઠક માટે રચાયેલી ડ્રાફ્ટિંગ કમિટીની મીટિંગ માટે આજે પૂર્વ મુખ્યમંત્રી ભૂપે બઘેલનો દિલ્હી જવાનો કાર્યક્રમ છે. તેની પહેલા જ સીબીઆઇએ રાયપુર અને ભિલાઇ નિવાસે પહોંચી ચુક્યા છે.